હાલોલ:કલરવ શાળામાં “33” માં વાર્ષિકોત્સવની દબદબાભેર ભવ્ય ઉજવણી કરાઈ, વિધાર્થીઓએ અવનવી કૃતિઓ રજૂ કરતા શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા

રિપોર્ટર. કાદિર દાઢી. હાલોલ
તા.૬.૪.૨૦૨૬
જ્યારે સંધ્યાકાળના રતુંબડા આકાશમાં સૂર્યદેવ પોતાની રશ્મીઓ સંકેલી રહ્યા હતા ત્યારે કલરવ ના વાર્ષિક ઉત્સવનો દબદબાભેર સુપ્રભાત થઈ રહ્યું હતું.કલરવ શાળામાં 33 માં વાર્ષિકોત્સવની ઉજવણી તારીખ 5/4/2026 ને રવિવારના રોજ પૂનમ પાર્ટી પ્લોટના પ્રાંગણમાં કરવામાં આવ્યો હતો આ વાર્ષિકોત્સવની ઉજવણી શાળાના આચાર્ય ડૉ .કલ્પનાબેન જોશીપુરા અને શાળાના ટ્રસ્ટી હાર્દિકભાઈ જોશીપુરાના માર્ગદર્શન હેઠળ ખૂબ જ ખંત થી શાળાના શિક્ષકગણ અને પ્રતિનિધિત્વ વિદ્યાર્થીઓ દ્વારા દબદબાભેર કરવામાં આવ્યો હતો.પુસ્તક એ અંધકારમાં ભટકેલા માનવી માટે શબ્દોની મશાલ છે, પુસ્તક ના પાનાઓમાં ભૂતકાળની સ્મૃતિઓ અને ભવિષ્યના સપનાઓની અત્તર જેવી સુવાસ હોય છે.Book my treasure,મેરી કિતાબ મેરા ખજાના શીર્ષક હેઠળ વાર્ષિકોત્સવ કાર્યક્રમનો શુભારંભ પ્રભુ પ્રાર્થના, સ્વાગત ગીત અને સ્વાગત પ્રવચનથી કરવામાં આવેલ.આ પ્રસંગે હાલોલ વિધાનસભા ના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટી ના ઉપાધ્યક્ષ જયદ્રથસિંહજી પરમાર, બોલીવુડ અને ટેલિવિઝનના જાણીતા અભિનેતા સચિનભાઈ પરીખ, મેરીનો ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીના સલાહકાર અજય કુમાર, કણજરી સ્ટેટ યુવરાજ મયુરઘ્વજસિંહજી પરમાર,હાલોલ શહેર બીજેપી પ્રમુખ હરીશભાઈ ભરવાડ તેમજ અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાન ઓનું પુસ્તક અને પુષ્પથી સ્વાગત કરવામાં આવેલ. ત્યારબાદ મહેમાનઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ. જેમાં શાળાની શૈક્ષણિક અને સહ શૈક્ષણિક વાર્ષિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈને ધોરણ 10 અને 12 ના તેજસ્વી તારલાઓ તેમજ ખેલ મહાકુંભ, કલા મહાકુંભ તેમજ વિજ્ઞાન ક્ષેત્રમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બનેલ વિદ્યાર્થીઓનું તેમજ શાળા કક્ષાએ યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓ અને વાલીઓનું ઉપસ્થિત મહેમાન દ્વારા પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવેલ. મેરી કિતાબ મેરા ખજાના શીર્ષક હેઠળ યોજાયેલ આ વાર્ષિકોત્સવમાં એવી તમામ કૃતિઓનો ચિતાર કે.જી વિભાગ થી લઈને ધોરણ 11 સુધી ના બંને માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા નૃત્યના રૂપે રજૂ કરવામાં આવેલ જેમાં ડુડી ડુડી ડમ, ફ્રેન્ડશીપ ડાન્સ ,ફ્યુઝન ડાન્સ, સુપર સ્ટાર ડાન્સ, નેતાજી ડાન્સ, સ્કુલ ડાન્સ ,સિતારે ડાન્સ ભક્તિ કી શક્તિ, ડિજિટલ, પુસ્તક મિત્ર, દેશ પ્રેમ, યુગ ચક્ર શોર્ય ગાથા, કોમી એકતા, પ્રાકૃતિક સુંદરતા, કલરવ કી ગુંજ, સ્વસ્થ ભારત, ભાગ્યવિધાતા, પંચમહાલ દર્શન, રંગીલુ ગુજરાત વગેરે નૃત્ય દ્વારા પ્રેક્ષકોના દિલ જીતી લીધેલ. આમાં પુસ્તક શીર્ષક ને નૃત્યમાં વણી લઈને ચીલાચાલુ વાર્ષિકોત્સવ ના સ્થાને ઉત્તમ ગુણવત્તાસભર કાર્યક્રમનું દર્શન કરાવ્યું. જેનું સફળ દિગ્દર્શન કોરિયોગ્રાફી નૃત્ય દિગ્દર્શક ડેવિડ સર, ગૌરી મેડમ અને શિવાલી મેડમ દ્વારા કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાલીઓનો સાથ સહકાર અભૂતપૂર્વ રહ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રભાબેન પેશરાણા અને સીમાબેન દીક્ષિતના માર્ગદર્શન હેઠળ ધોરણ 6 થી 11 ના પ્રતિનિધિત્વ વિદ્યાર્થીઓ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યુ હતું. અધતન ટેકનોલોજી નો ઉપયોગ કરી વિવિધ સ્ટંટ અને ક્યારેય ન જોયા હોય તેવા નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવનાર દરેકનો શાળાના આચાર્ય અને મેનેજમેન્ટ દ્વારા શાળા પરિવાર વતી બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.






























