જમિયત ઉલમા-એ-હિંદ ગુજરાત અને જમિયત ઉલમા વેલફેર ટ્રસ્ટ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે

સમીર પટેલ, ભરૂચ
જમિયત ઉલમા-એ-હિંદ ગુજરાત અને જમિયત ઉલમા વેલફેર ટ્રસ્ટ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે
જમિયત ઉલમા-એ-હિંદ ગુજરાત અને જમિયત ઉલમા વેલફેર ટ્રસ્ટ દ્વારા ગુજરાત સરકારને સંબોધીને
ગુજરાત સમાન નાગરિક સંહિતતા-Uniform Civil Code2025ના વિરોધમાં ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર 25 માર્ચ 2025ના રોજ ગુજરાત વિધાનસભામાં પસાર કરાયેલ આ બિલ તમામ નાગરિકો માટે સમાન કાયદાની વાત કરે છે, પરંતુ તે વિવિધ ધાર્મિક સમુદાયોની પરંપરાઓ, ખાસ કરીને મુસ્લિમ સમાજના વ્યક્તિગત કાયદાઓ પર અસરકારક બની શકે છે. સંસ્થાએ દલીલ કરી છે કે આ પગલું ભારતના બંધારણના કલમ 14 (કાયદા સમક્ષ સમાનતા અને કલમ 25 ધાર્મિક સ્વતંત્રતા સાથે વિરુદ્ધ છે.ખાસ કરીને અલ્પસંખ્યક સમુદાયોની પરંપરાગત અને ધાર્મિક હકોમાં દખલ કરી શકે છે.
આ કાયદા પર પુનર્વિચાર કરવામાં આવે અને વિવિધ સમુદાયો સાથે ચર્ચા કરીને સહમતીનો માર્ગ અપનાવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.




