WAKANER:વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો; વાલી-વારસની શોધખોળ શરૂ

WAKANER:વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો; વાલી-વારસની શોધખોળ શરૂ
કોઈપણ જાણકારી મળે તો વાંકાનેર પોલીસ સ્ટેશનના નંબર ૬૩૫૯૬ ૨૬૦૮૬ ઉપર સંપર્ક કરવા અનુરોધ
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ભલગામ નવાપરા પાસે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. ગત તારીખ ૦૩/૦૪/૨૦૨૬ના રોજ આશરે ૧૨:૦૫ વાગ્યાના આસપાસ ભલગામ નવાપરા ખાતે આવેલી હોટલ આઈ કૃપાની સામે, આદિત્ય લોખંડના કારખાનાની દીવાલ પાસે આ આશરે ૪૦ થી ૫૦ વર્ષની વયનો અજાણ્યો પુરુષ બીમારીના કારણે મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો હતો. હાલ આ મૃતદેહને ઓળખ માટે વાંકાનેર સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ ખાતે રાખવામાં આવ્યો છે.
મૃતકની ઉંમર આશરે ૪૦ થી ૫૦ વર્ષ છે, બાંધો પાતળો, રંગ ઘઉંવર્ણ અને વાળ કાળા-સફેદ છે. મૃતકે શરીરે બ્લુ, લાલ અને સફેદ કલરની ચોકડીવાળું આખી બાંયનું ટી-શર્ટ તથા કાળા કલરનું નાઈટ પેન્ટ પહેરેલ છે. વિશેષ ઓળખ તરીકે મૃતકના ડાબા હાથના બાવળા પર અંગ્રેજીમાં ‘D.S’ ત્રોફાવેલ (ટેટૂ) છે.
આ વર્ણન ધરાવતા વ્યક્તિ વિશે કોઈ પણ માહિતી હોય અથવા તેમના વાલી-વારસ અંગે કોઈ જાણકારી મળે તો તપાસ કરનાર અધિકારી શ્રી એમ.એચ. વાસાણી (પોલીસ હેડ કોન્સ્ટેબલ, વાંકાનેર તાલુકા પો. સ્ટે.) ના મોબાઈલ નંબર ૬૩૫૧૨ ૧૪૮૮૩ અથવા પોલીસ સ્ટેશનના ફોન નંબર ૬૩૫૯૬ ૨૬૦૮૬ ઉપર સંપર્ક કરવા વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.










