BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

નબીપુર પોલીસ દ્વારા સંવેદનશીલ ગામોમાં ફ્લેગ માર્ચ, ચૂંટણી પૂર્વે સુરક્ષા વ્યવસ્થા કડક

સમીર પટેલ, ભરૂચ

 

નબીપુર પોલીસ સ્ટેશન હેઠળના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ ગામોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રાખવા માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.

આ ફ્લેગ માર્ચમાં પી.આઈ ટી.આર.ચૌધરી, પી.એસ.આઈ ટી.આર.મોદી તેમજ પોલીસ સ્ટાફ GRD સ્ટાફ જોડાયો હતો. સમગ્ર વિસ્તારમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે મુખ્ય માર્ગો અને ગામના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું.

પોલીસ અધિકારીઓએ ગ્રામજનોને નિર્ભયપણે મતદાન કરવાની અપીલ કરી હતી તેમજ કોઈપણ અફવા અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના આપી હતી.

આ કામગીરી દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ હોવાનું જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!