WAKANER:વાંકાનેર તીથવા ગામની પરિણીતાને સાસરિયાઓનો ત્રાસ, પાંચ શખ્સો વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ




WAKANER:વાંકાનેર તીથવા ગામની પરિણીતાને સાસરિયાઓનો ત્રાસ, પાંચ શખ્સો વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
વાંકાનેર તાલુકાના તીથવા ગામે પિયરમાં રહેતી એક ૩૬ વર્ષીય પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયા પક્ષના પાંચ સભ્યો વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
ફરિયાદી નુસરતબેન જિયાઉદ્દીનભાઈ બાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ જ્યારે તેમના સાસરે (રહે. પાંચ દ્વારકા, તા. વાંકાનેર) હતા, ત્યારે તેમના પતિ જિયાઉદ્દીન અબ્દુલભાઈ બાદી, સસરા અબ્દુલભાઈ મામદભાઈ બાદી, સાસુ રોશનબેન, તેમજ કાકાજી સસરા અશુલભાઈ અને કાકીજી સાસુ જેનમબેન દ્વારા તેમને અવારનવાર હેરાન કરવામાં આવતા હતા.ફરિયાદ મુજબ, સાસરિયાઓ દ્વારા નાની-નાની બાબતોમાં તેમજ ઘરકામ મુદ્દે અવારનવાર મેણા-ટોણા મારવામાં આવતા હતા. એટલું જ નહીં, એકબીજાની ખોટી ચડામણી કરી પરિણીતાને શારીરિક અને માનસિક રીતે અસહ્ય દુઃખ-ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ મામલે નુસરતબેને પિયર રહીને આખરે ન્યાય માટે મોરબી મહિલા પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે. પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.





