BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર પથ્થર વિસ્તારમાં નવીન બનાવેલી મુતરડી નળ ગાયબ

10 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુર પથ્થર વિસ્તારમાં નવીન બનાવેલી મુતરડી નળ ગાયબ. પાણીનું ટાંકો નવીન મુકવા આવ્યો છતાં એ પાણી સપ્લાય ન ભરતા ગંદકીમાં વધારો.પાલનપુર પથ્થર સડક વિસ્તારમાં રામજી મંદિરના સામે પાલિકા દ્વારા નવીન મુતરડી આશરે અઢી મહિના પહેલા બનાવવામાં આવી હતી જોકે અહીં નવીન પાણી નું ટાંકુ ગંદકી ના થાય તે હેતુથી મૂકવામાં આવ્યું હતું તેમાં પાણીની લાઈન ની પાઇપ તેમજ નળ પણ નાખવામાં આવેલા જોકે આટલા મહિના થવા છતાં પાણીનું ટાંકો સપ્લાય જોડાણ કરી ન ભરતા આ મુતરડી ગંદકી જોવા મળી રહી છે અહીં નાખેલા સપ્લાયના નળ પણ અજાણ્યા ઈસમો લઈ ચોરી કરી લઈ જતા આ વિસ્તારમાં તર્ક વિતર્ક જોવા મળી રહ્યો છે
પાલનપુરમાં પથ્થર સડક વિસ્તારમાં આસપાસના વેપારીઓની માંગણીને લઈને અહીં લાખો રૂપિયા ખર્ચી મુતરડી નું નિર્માણ કરવામાં પાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું જોકે આ વિસ્તારમાં આ મુતરડીમાં ટાઇલ્સો સહિત પાણીનું ટાંકો તેમજ ઉભા ટબ સહિત સારી સુવિધા કરવામાં આવી હતી તે સમયે વ્યાપારી ખુશી પણ જોવા મળી હતી જોકે બે મહિના થવા છતાં એ આ મુતરડીમાં સફાઈની વ્યવસ્થા પાલિકા દ્વારા ન અવારનવાર ગંદકીનો માહોલ જોવા મળી રહે છે કેટલીક વખતે વેપારીઓએ પોતાનાસ્વયં ખર્ચે અવારનવાર સફાઈ કરાવતા રહે છે આ વિસ્તારના વેપારીને કહેવા મુજબ અહીં નવીન ટાકુ બનાવેલું છે પાણીની લાઈન પણ નાખેલી છે પણ આ ટાંકામાં સપ્લાય જોડાણ કરી ન ચાલુ કરતા આ ટાંકો શોભા નો ગાંઠિયા સમાન બન્યું છે જોડાણ કરી સપ્લાય ચાલુ કરવામાં આવે તો ગંદકીનું માહોલ રાહત થાય જો કે નવીન નાખેલા સપ્લાયના નળ ગુમ થતા અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યો છે. તસવીર- અહેવાલ દીપકભાઈ રાવલ

Back to top button
error: Content is protected !!