
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજમાં કોંગ્રેસમાં ગાબડું, ઝરડા ગામના અંદાજે 50 થી વધુ કોંગ્રેસ પક્ષના લોકો ભાજપમાં જોડાયા
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે. ચૂંટણી નજીક આવતા પક્ષપલટાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં તાજેતરમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે
મેઘરજ તાલુકાના ઝરડા ગામના પૂર્વ સરપંચ કનુભાઈ સહિત અંદાજે 50 થી 100 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપમાં જોડાઈ કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો છે. આ તમામ કાર્યકર્તાઓ મંત્રી પી.સી. બરંડા અને જિલ્લા ભાજપ અધ્યક્ષ ભિખાજી ઠાકોરની હાજરીમાં ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા હતા.
આ પ્રસંગે ભાજપના નેતાઓએ કાર્યકર્તાઓનું સ્વાગત કરી તેમને પક્ષમાં મહત્વપૂર્ણ સ્થાન આપવાની ખાતરી આપી હતી. જોડાયેલા કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને ભાજપની નીતિઓથી પ્રેરાઈને જોડાયા હોવાનું તેમણે જણાવ્યું હતું.આ મોટા પાયે થયેલા જોડાણને કારણે મેઘરજ તાલુકાના સ્થાનિક રાજકારણમાં નવી ચહલપહલ સર્જાઈ છે. કોંગ્રેસ માટે આ ઘટના મોટો રાજકીય ઝટકો સાબિત થઈ રહી છે, જ્યારે ભાજપ માટે સંગઠન મજબૂત બનવાનું માનવામાં આવી રહ્યું છે.ચૂંટણીના માહોલ વચ્ચે આવા પક્ષપલટા રાજકીય સમીકરણોમાં ફેરફાર લાવી શકે તેવી ચર્ચા હાલ સ્થાનિક સ્તરે જોર પકડી રહી છે.





