HALVAD:હળવદ ૧૩ વર્ષથી નાસતો ફરતો પ્રોહિબિશનનો આરોપી રાજસ્થાનથી ઝડપાયો

HALVAD:હળવદ ૧૩ વર્ષથી નાસતો ફરતો પ્રોહિબિશનનો આરોપી રાજસ્થાનથી ઝડપાયો
મોરબી: જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા આરોપીઓને પકડવા માટે મોરબી પોલીસ સક્રિય બની છે. આ અંતર્ગત મોરબી એલ.સી.બી. (LCB) અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે એક મોટી કાર્યવાહી કરતા છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા પ્રોહિબિશનના આરોપીને રાજસ્થાનથી દબોચી લીધો છે.
મોરબી જિલ્લાની એલ.સી.બી. ટીમ અન્ય રાજ્યોમાં નાસતા ફરતા આરોપીઓની શોધખોળમાં હતી. આ દરમિયાન ખાનગી રાહે મજબૂત બાતમી મળી હતી કે, હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુન્હાનો આરોપી રતનલાલ ઉર્ફે રેતનારામ સાજનરામ બિશ્નોઇ હાલ પોતાના વતન રાજસ્થાનમાં છે.આરોપીનું નામ: રતનલાલ ઉર્ફે રેતનારામ સાજનરામ બિશ્નોઇ રહેવાસી: અરણીયાળી, તા. ધોરીમન્ના, જી. બાડમેર (રાજસ્થાન) પ્રોહિબિશન (વિદેશી દારૂની હેરાફેરી) છેલ્લા ૧૩ વર્ષથી ફરાર બાતમી મળતા જ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે તાત્કાલિક રાજસ્થાનના બાડમેર જિલ્લામાં તપાસ હાથ ધરી હતી. આરોપી રતનલાલ પોતાના ઘરે હોવાની ખાતરી થતા પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ હળવદ પોલીસને સોંપવામાં આવ્યો છે.”ગુનેગાર ગમે તેટલો જૂનો હોય કે ગમે તેટલો દૂર હોય, કાયદાના હાથથી બચી શકતો નથી.”








