THARADVAV-THARAD

જોગાજી રાજપૂતના ભાજપ પ્રવેશ બાદ સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો તોફાન, સમર્થકોમાં નિરાશા

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

જોગાજી રાજપૂતના ભાજપમાં જોડાવાની ઘટનાએ રાજકીય વર્તુળોમાં જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા જગાવી છે. તેમના આ પગલાં બાદ વિવિધ પ્લેટફોર્મ પર લોકો દ્વારા જોરદાર ટ્રોલિંગ જોવા મળી રહ્યું છે.

સોશિયલ મીડિયામાં અનેક યુઝર્સે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા કહ્યું કે જોગાજી રાજપૂતથી આવી આશા નહોતી. ઘણા લોકોએ આ નિર્ણયને ‘આદર્શો સામેનો સમર્પણ’ ગણાવી નિરાશા વ્યક્ત કરી છે. કેટલાક સમર્થકો તો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તેઓને આ પગલાથી વ્યક્તિગત રીતે દુઃખ થયું છે.

કેટલાક પોસ્ટમાં લખાયું કે, “જેમણે વર્ષો સુધી એક વિચારધારાને સમર્થન આપ્યું, તેઓ અચાનક વિપરીત દિશામાં કેમ ગયા?” તો કેટલાકે આ નિર્ણયને રાજકીય લાભ માટે લેવામાં આવેલ પગલું ગણાવ્યું.

બીજી તરફ, ભાજપ સમર્થકો દ્વારા જોગાજી રાજપૂતના સ્વાગતના સંદેશાઓ પણ શેર કરવામાં આવ્યા છે, અને તેમને પાર્ટી માટે મજબૂત નેતા ગણાવવામાં આવી રહ્યા છે.

આ સમગ્ર ઘટનાએ દર્શાવ્યું છે કે રાજકીય પરિવર્તન માત્ર રાજકીય મંચ સુધી સીમિત નથી રહેતું, પરંતુ તેનો પ્રભાવ સીધો લોકોની ભાવનાઓ અને સોશિયલ મીડિયા પર પણ દેખાય છે.

Back to top button
error: Content is protected !!