THARADVAV-THARAD

વિધવાઓ અને વૃદ્ધોના સહારે ઉભેલા ભુરાભાઈ રાજપુત હવે ચૂંટણી મેદાનમાં, અપક્ષ તરીકે જોરદાર દાવેદારી

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

થરાદ નગરપાલિકા ચૂંટણીમાં આ વખતે રસપ્રદ રાજકીય ચહેરાઓ વચ્ચે એક નવો અને લોકપ્રિય ચહેરો ઉદભવ્યો છે “વિધવાઓના ભાઈ અને વૃદ્ધાઓના દીકરા” તરીકે ઓળખાતા ભુરાભાઈ રાજપુતે પ્રથમ વખત પાલિકા ચૂંટણીમાં ઝંપલાવીને વોર્ડ નંબર 5માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે તેમજ ભુરાભાઈ રાજપૂત વર્ષોથી સામાજિક સેવાકાર્યો સાથે જોડાયેલા રહ્યા છે અને ગરીબ, નિરાધાર તથા વૃદ્ધ લોકોને મદદરૂપ થવા માટે જાણીતા છે. “લોકોની સેવા એજ કામ” ના મંત્ર સાથે તેઓ પ્રજાજનોના સુખ-દુઃખમાં સહિયારા બની રહ્યા છે, જેના કારણે વિસ્તારના લોકોમાં તેમની પ્રત્યે ખાસ લાગણી જોવા મળે છે જેમાં થરાદના પૃથ્વી પરિવારમાં પણ ભુરાભાઈનો વર્ષોથી દબદબો રહ્યો છે. સ્થાનિક પ્રજાજનોએ જ તેમને ચૂંટણીમાં દાવેદારી કરવા માટે પ્રોત્સાહિત કર્યા હોવાનું જાણવા મળે છે તેમજ ઉમેદવારી નોંધાવવા માટે જ્યારે ભુરાભાઈ થરાદ પ્રાંત કચેરીએ પહોંચ્યા ત્યારે તેમના સમર્થનમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ દૃશ્યએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે વોર્ડ નંબર 5માં આ વખતે ત્રિકોણીય જંગમાં ભુરાભાઈ રાજપુત એક મજબૂત દાવેદાર બની શકે છે જેમાં આગામી દિવસોમાં ભુરાભાઈની ચૂંટણી પ્રચાર અને જનસમર્થન કઈ દિશામાં આગળ વધે છે તે જોવું રસપ્રદ રહેશે.

Back to top button
error: Content is protected !!