HALOLPANCHMAHAL

જાંબુઘોડા ખાતે ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિતે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૪.૪.૨૦૨૬

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે મંગળવારના રોજ ભારતીય બંધારણના શિલ્પી ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિતે જાંબુઘોડા તાલુકા ભાજપા કાર્યકરો દ્વારા તેમના પ્રતિમા સમક્ષ શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કાર્યકરો અને સ્થાનિક આગેવાનો દ્વારા ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના જીવન અને કાર્યને યાદ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ બાબાસાહેબના સંઘર્ષમય જીવન, સમાજમાં સમાનતા સ્થાપિત કરવા માટેના તેમના પ્રયત્નો અને બંધારણ નિર્માણમાં આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કર્યા હતા.કાર્યક્રમમાં વક્તાઓએ જણાવ્યું હતું કે ડૉ.બાબાસાહેબ આંબેડકરે પીડિત અને વંચિત વર્ગોને ન્યાય અપાવવા માટે જીવનભર સંઘર્ષ કર્યો હતો.તેમણે શિક્ષણ, સમાનતા અને ન્યાયના મૂલ્યોને સમાજમાં પ્રસ્થાપિત કર્યા હતા,જે આજે પણ પ્રેરણારૂપ છે.આ પ્રસંગે કાર્યકરોએ બાબાસાહેબના આદર્શોને જીવનમાં ઉતારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી સાથે જ સમાજમાં શિક્ષણ અને જાગૃતિ વધારવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.કાર્યક્રમમાં જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ સહિત મોટી સંખ્યામાં ભાજપા કાર્યકરો, સ્થાનિક આગેવાનો તેમજ ગામના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!