ARAVALLIMALPURMODASA

માલપુર : નાથાવાસ ગામની સીમમાંથી લાખોનો દારૂ જપ્ત, આરોપીઓ ફરાર – જિલ્લા LCB ની કાર્યવાહી 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

માલપુર : નાથાવાસ ગામની સીમમાંથી લાખોનો દારૂ જપ્ત, આરોપીઓ ફરાર – જિલ્લા LCB ની કાર્યવાહી

અરવલ્લી જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે જ અનુસંધાને માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નાથાવાસ ગામની સીમમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.એલ.સી.બી.ની ટીમ મેઘરજ તરફથી આવતા વાહનોની ચેકિંગ કરી રહી હતી ત્યારે એક શંકાસ્પદ મારૂતી ઈકો ગાડી (નં. GJ.18.BK.4618)ને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ ગાડીચાલકે પોલીસને જોઈ ગાડી ભગાવી દીધી અને નાથાવાસ ગામે પ્રાથમિક શાળા નજીક ગાડી મૂકી રાત્રિના અંધારાનો લાભ લઈ સાથી સાથે ફરાર થઈ ગયો.પોલીસે ગાડીની તપાસ કરતાં અંદરથી અલગ-અલગ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 876 બોટલ/ટીન મળી આવી. કુલ 25 પેટીમાં ભરાયેલ આ દારૂની કિંમત રૂ. 2,92,080 ગણવામાં આવી છે. સાથે જ ગાડીની કિંમત રૂ. 4,00,000 ગણતાં કુલ રૂ. 6,92,080નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.આ કામગીરી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના ઇન્સ્પેક્ટર એમ.એચ. ઝાલાની અધ્યક્ષતામાં હાથ ધરવામાં આવી હતી.

પકડાયેલ મુદ્દામાલ:
876 બોટલ/ટીન વિદેશી દારૂ (કિંમત રૂ. 2,92,080)
મારૂતી ઈકો ગાડી (કિંમત રૂ. 4,00,000)

વોન્ટેડ આરોપીઓ:

ઈકો ગાડીનો ચાલક (નામ-સરનામું અજાણ)
સાથેનો બીજો ઇસમ (નામ-સરનામું અજાણ)

પોલીસ દ્વારા ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને માલપુર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!