MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર મિલન પાર્ક સોસાયટીમાં રહેણાંક મકાન વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

 

WAKANER:વાંકાનેર મિલન પાર્ક સોસાયટીમાં રહેણાંક મકાન વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

 

વાંકાનેર: લોકસભા ચૂંટણી પૂર્વે અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન વાંકાનેર સીટી પોલીસને મોટી સફળતા મળી છે. શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલી મિલન પાર્ક સોસાયટીમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, વાંકાનેર સીટી પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રેલ્વે સ્ટેશન રોડ પર ગેબી પાન પાછળ આવેલી મિલન પાર્ક સોસાયટીમાં રહેતા ક્રિપાલસિંહ બાબુભા જાડેજાના મકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.પોલીસની તપાસ દરમિયાન આરોપીના મકાનમાંથી વેચાણ કરવાના ઈરાદાથી છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં:વિદેશી દારૂની બોટલ નંગ: ૦૫ દારૂના ચપલા નંગ: ૧૭ કુલ કિંમત: ₹૧૪,૮૮૦ વાંકાનેર સીટી પોલીસે કુલ રૂપિયા ૧૪,૮૮૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી ક્રિપાલસિંહ જાડેજાની અટકાયત કરી છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધીને આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!