MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં વ્યાજખોરીનો આતંક: 9 લાખના બદલે 7 લાખનું વ્યાજ ચૂકવવા છતાં ધમકી મળતા વેપારીનો આપઘાતનો પ્રયાસ

 

MORBI:મોરબીમાં વ્યાજખોરીનો આતંક: 9 લાખના બદલે 7 લાખનું વ્યાજ ચૂકવવા છતાં ધમકી મળતા વેપારીનો આપઘાતનો પ્રયાસ

 

મોરબી: મોરબી શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના નવા બસ સ્ટેન્ડ પાસે રહેતા એક યુવાન વેપારીએ વ્યાજખોરની સતત ધમકીઓથી કંટાળીને ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ છે. આ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, નવા બસ સ્ટેન્ડ સામે આશાપુરા ટાવર પાછળ ‘વિશ્વાસ પેલેસ’માં રહેતા અને બેલા ગામ પાસે કારખાનું ધરાવતા પ્રકાશભાઈ પ્રવિણભાઇ ભોરણીયા (ઉ.વ. 32) નામના વેપારીએ માળીયા મીયાણાના કાજરડા ગામના વ્યાજખોર સાજીદભાઈ જાનમામદભાઈ કાજેડીયા પાસેથી રૂ. 9 લાખ વ્યાજે લીધા હતા.60% જેટલું ઊંચું વ્યાજ વસૂલ્યું ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી સાજીદભાઈએ માસિક 60% ના ઊંચા વ્યાજ દરે નાણાં આપ્યા હતા. પ્રકાશભાઈએ અત્યાર સુધીમાં કુલ રૂ. 7,02,000 જેટલી રકમ માત્ર વ્યાજ પેટે ચૂકવી દીધી હતી. આમ છતાં, આરોપી દ્વારા અસલ મુદ્દલ રકમ રૂ. 9 લાખની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને અવારનવાર ધમકીઓ આપવામાં આવતી હતી.વ્યાજખોરના ત્રાસ અને સતત મળતી ધમકીઓથી વેપારી પ્રકાશભાઈ ડરી ગયા હતા. માનસિક તણાવમાં આવી જઈ તેમણે ઘાસમાં નાખવાની ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પ્રકાશભાઈની ફરિયાદના આધારે આરોપી સાજીદભાઈ કાજેડીયા વિરુદ્ધ:BNS કલમ-351(2) (ગુનાહિત ધમકી)ગુજરાત નાણા ધીરધાર કરનારા બાબત અધિનીયમની કલમ-40 અને 42 મુજબ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. મોરબીમાં ફરી એકવાર વ્યાજખોરીના આ દૂષણે વેપારી આલમમાં ચિંતા જગાવી છે.

Back to top button
error: Content is protected !!