આણંદ ખાતે જિલ્લા કક્ષાના મીડિયા મોનીટરીંગ સેન્ટરની મુલાકાત લેતા ખર્ચ ઓબ્ઝર્વર અનંગ રાવત

આણંદ ખાતે જિલ્લા કક્ષાના મીડિયા મોનીટરીંગ સેન્ટરની મુલાકાત લેતા ખર્ચ ઓબ્ઝર્વર અનંગ રાવત

તાહિર મેમણ – આણંદ – 18/04/2026 – ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 નું મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલ 2026 ના રોજ યોજાનાર છે.
આ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા 111-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તાર માટે કલેકટર કચેરી, ત્રીજા માળે, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ સેન્ટર, 1950 હેલ્પલાઇન, વોટર હેલ્પ ડેસ્ક, Cvigil મોનિટરિંગ સેન્ટર અને ટોલ ફ્રી નંબર 1800 425 2560 શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બીજા માળે મીડિયા મોનિટરીંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યુ છે. આ સેન્ટર ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવતા પેઈડ ન્યૂઝ,જાહેરાતો સહિત આચારસંહિતા ભંગ અંગેના સમાચાર બાબતે 03 ટીમો દ્વારા 24×7 રાઉન્ડ ધ કલોક નજર રાખવામાં આવી રહી છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે નિયુક્ત થયેલા ખર્ચ ઓબ્ઝર્વર શ્રી અનંગ રાવતએ આજે ફરિયાદ નિવારણ સેન્ટર અને મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
ખર્ચ ઓબ્ઝર્વર અનંગ રાવતએ ઈ.એમ.એમ.સી. (ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ) સેન્ટરની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
આ સમયે મીડિયાના નોડલ અધિકારી શ્રી અને નાયબ માહિતી નિયામક શ્રી હેતલભાઇ દવેએ ખર્ચ ઓબ્ઝર્વેર શ્રીને મીડિયાલક્ષી માહિતી અને સ્થાનિક ચેનલોના મોનિટરીંગ અને પ્રિન્ટ મીડિયામાં આવતા ચૂંટણી લક્ષી પેઈડ ન્યુઝ ની ચકાસણી બાબતોથી વાકેફ કર્યા હતા.




