MORBI:મોરબી વાંકાનેર હાઈવે પર સરાણીયાના ઝુંપડામાં LCBનો દરોડો, 1.95 લાખનો વિદેશી દારૂ ઝડપાયો




MORBI:મોરબી વાંકાનેર હાઈવે પર સરાણીયાના ઝુંપડામાં LCBનો દરોડો, 1.95 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક સફળ કામગીરી કરીને મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલી એક રહેણાંક ઓરડીમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસની આ રેડમાં કુલ રૂ. 1,95,580/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી


મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ જ્યારે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે તેઓને સંયુક્ત રીતે એક ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, સતિષ ઉર્ફે રઘુ તેજાભાઈ સરાણીયા નામનો શખ્સ રિઝન્ટા હોટલ પાસે આવેલા સરાણીયાના ઝુંપડામાં પોતાની રહેણાંક ઓરડીમાં બહારથી મંગાવેલો ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો હતો.
ઝડપાયેલો મુદ્દામાલ ચોક્કસ બાતમીના આધારે પોલીસે સરાણીયાના ઝુંપડામાં આવેલી ઓરડીમાં દરોડો પાડતા નીચે મુજબનો જથ્થો મળી આવ્યો હતો:ઇંગ્લિશ દારૂની નાની-મોટી બોટલો: 450 નંગ (કિંમત રૂ. 1,74,460/-) બીયર ટીન: 96 નંગ (કિંમત રૂ. 21,120/-) કુલ કિંમત: રૂ. 1,95,580/-
આરોપી સામે કાયદેસરની કાર્યવાહી આ મામલે મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપી સતિષ ઉર્ફે રઘુ તેજાભાઈ સરાણીયા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધાવ્યો છે. હાલ પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.




