HALOLPANCHMAHAL

હાલોલ ટાઉન પોલીસે વિદેશી દારુ ભરી રાજસ્થાનથી આવતી લક્ઝરી ટ્રાવેલ્સને ઝડપી રૂ.22 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૦.૪.૨૦૨૬

પંચમહાલ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે હાલોલ ટાઉન પોલીસે બાતમીના આધારે આજે સોમવારે સવારે એક મોટી સફળતા મેળવી છે.હાલોલના ચંદ્રપુરા ચોકડી પાસેથી પસાર થતી રાજસ્થાનની ખાનગી ટ્રાવેલ્સમાંથી પોલીસે વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરીમાં પોલીસે ટ્રાવેલ્સ સહિત કુલ રૂ.22,08,920/- નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે.પંચમહાલ ગોધરા રેન્જના ડીઆઈજી વીધી ચૌધરી તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દૂધાતદ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા આપેલી સૂચના મુજબ,હાલોલ ડીવાયએસપી વી.જે. રાઠોડ અને ટાઉન પીઆઈ આર.કે. દેસાઈના માર્ગદર્શન હેઠળ હાલોલ સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, રાજસ્થાનથી નીકળી ગોધરા-વડોદરા થઈ ચિખલી તરફ જતી એસ.આર. ટ્રાવેલ્સ જેનો AR-06-B-4200 માં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે.જે બાતમીના આધારે ટાઉન પોલીસ મથકના પીએસઆઈ જે.બી.ઝાલા તથા પીએસઆઈ વી.આર. દામા અને સ્ટાફની અલગ-અલગ ટીમોએ ચંદ્રાપુરા ચોકડી પાસે વોચ ગોઠવી હતી.બાતમી વાળી ટ્રાવેલ્સ આવતા તેને રોકી તપાસ કરતા અંદરથી પાર્સલના સ્વરૂપમાં છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે કબ્જે કરેલ મુદ્દામાલ.વિદેશી વ્હિસ્કીની બોટલો:૧૦૮ નંગ જેની કિંમત રૂ. 1,18,800/-)બિયરના ટીન:336 નંગ જેની કિંમત રૂ. 73,920/-) તથા લક્ઝરી ટ્રાવેલ્સ:કિંમત રૂ.20 લાખ અને મોબાઈલ અને રોકડ:રૂ. 16,200/-કુલ મુદ્દામાલ: રૂ. 22,08,920/ના મુદામાલ સાથે પોલીસે દીપકકુમાર નરેશભાઈ જોષી રહે. જોખાગામ, તા. કામરેજ, જિ. સુરત) ની અટકાયત કરી છે.અને આ દારૂનો જથ્થો કોણે આપ્યો હતો અને કોણે મંગાવ્યો હતો, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં દારૂ આપનાર અને મંગાવનાર બંને શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કરી હાલોલ ટાઉન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે બસ ને રોકી તપાસ કરતા દારૂ નો જથ્થો મળી આવતા આ બસમાં જે મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. તે મુસાફરો પણ એક સમયે ગભરાઈ ગયા હતા.જોકે પોલીસે આ રસ્તા પરથી પસાર થતી અન્ય બસ માં મુસાફરોને બેસાડી તેઓ ની જ્યાં જવાનું હતું ત્યાં મોકલી આપ્યા હતા.

Back to top button
error: Content is protected !!