બનાસકાંઠા જિલ્લામાં મતદાન દિવસે ફરિયાદ નિવારણ માટે કંટ્રોલ રૂમ શરૂ

23 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ૨૦૨૬ બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લામાં મતદાન દિવસે ફરિયાદ નિવારણ માટે કંટ્રોલ રૂમ શરૂ.તા.૨૬ એપ્રિલે ચૂંટણી સંબંધિત ફરિયાદો માટે 02742-260791 પર સંપર્ક કરવા અપીલ રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરની તા.૦૧/૦૪/૨૦૨૬ની અખબારી યાદી અનુસાર બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ પાલનપુર, ડીસા અને ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનાર છે.
મતદાનના દિવસે મતદારોને ચૂંટણી સંબંધિત કોઈપણ પ્રકારની ફરિયાદ, રજૂઆત અથવા માહિતી આપવાની જરૂરિયાત હોય તો જિલ્લા કલેક્ટર કચેરી, બનાસકાંઠા-પાલનપુર ખાતે ચૂંટણી શાખામાં વિશેષ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે.જિલ્લા કક્ષાએ કાર્યરત કંટ્રોલ રૂમનો લેન્ડલાઈન નંબર ૦૨૭૪૨-૨૬૦૭૯૧ રાખવામાં આવ્યો છે.
તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાનના દિવસે મતદારો આ નંબર પર પોતાની ચૂંટણી સંબંધિત ફરિયાદો નોંધાવી શકશે. બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ તાલુકા/જિલ્લા પંચાયત તેમજ પાલનપુર, ડીસા અને ધાનેરા નગરપાલિકાના ચૂંટણી વિસ્તારના તમામ મતદારો તથા જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે. જે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તથા નિવાસી અધિક કલેક્ટર શ્રી સી.પી. પટેલની અખબારી યાદીમાં જણાવવામાં આવી છે.





