AHAVADANG

ડાંગ:વઘઇ પોલીસની ટીમે ૧૦ દિવસથી ગુમ ૧૯ વર્ષીય યુવતીને નવસારીથી શોધી કાઢી પરિવાર સાથે કરાવ્યુ મિલન..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ દ્વારા જિલ્લામાં નોંધાયેલા ગુમ અને અપહરણના કેસોના નિકાલ માટે આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે વઘઇ પોલીસની ટીમને મોટી સફળતા મળી છે. વઘઇ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ‘જાણવા જોગ’ નંબર ૦૪/૨૦૨૬ હેઠળ ગુમ થયેલ એક ૧૯ વર્ષીય યુવતીને પોલીસે હેમખેમ શોધી કાઢી છે.વઘઇના રાજેન્દ્રપુર વિસ્તારમાં રહેતા કિરણભાઇ પટેલની ૧૯ વર્ષીય પુત્રી આરતીબેન ગત તારીખ ૧૦/૦૪/૨૦૨૬ ના રોજ અચાનક ગુમ થઈ હતી. આ અંગે વઘઇ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.જેમા નાયબ પોલીસ અધિક્ષક કે.આર.ડિમરી (આહવા વિભાગ)નાં માર્ગદર્શન હેઠળ વઘઇ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ.ચાવડા અને તેમની ટીમે તપાસ શરૂ કરી હતી.વઘઇ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને યુવતીનું લોકેશન ટ્રેસ કર્યું હતુ.ટેકનિકલ સર્વેલન્સની મદદથી યુવતી નવસારી જિલ્લામાં હોવાનું જાણવા મળ્યુ હતુ.હાલમાં વઘઇ પોલીસની ટીમે નવસારી ખાતે જઈને યુવતીને શોધી કાઢી હતી અને તેને પરત વઘઇ પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. અહીં યુવતીનું યોગ્ય કાઉન્સિલિંગ કર્યા બાદ તેને તેના પરિવારને સોંપવામાં આવી હતી.૧૦ દિવસ બાદ દીકરીને જોઈને પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો..

Back to top button
error: Content is protected !!