હાલોલ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ તમામ બુથ ઉપર ઇ.વી.એમ મશીનો પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરવામાં આવ્યા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૫.૪.૨૦૨૬
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ હાલોલ તાલુકાની 24 બેઠક પૈકી 21 બેઠક માટે 148 બુથ ઉપર તેમજ જિલ્લા પંચાયતની પાંચ બેઠક માટે 174 મતદાન મથક પર યોજનાર ચૂંટણી ને લઇ વહીવટી તંત્ર ચૂંટણી કાર્યમાં જોતરાયો હતો તમામ બુથ ઉપર ઇ.વી.એમ મશીનો પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરવામાં આવ્યા હતા.હાલોલ તાલુકા પંચાયતની 24 બેઠકો પૈકી કંજરી, સાથરોટા અને ઘનશર બેઠક પર ભાજપા ના ઉમેદવારો બિનહરીફ ચુટા તા બાકી રહેલી 21 બેઠક માટે 56 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા રસાકસીનો જંગ જામશે જ્યારે જિલ્લા પંચાયતની 5 બેઠક માટે 15 ઉમેદવારો મેદાનમાં ઉતરતા આ પાંચ બેઠકો માટે ત્રી પાખીઓ જંગ જામ્યો હોવાને લઈ ચૂંટણી વહીવટી તંત્ર પણ સર્જ બની ચૂંટણીના આગલા દિવસે આજે શનિવારના રોજ વહેલી સવારથી હાલોલ નગરના ગોધરા રોડ સ્થિત વી એમ શાહ સ્કૂલ કેમ્પસ ખાતે દરેક મતદાન મથકો ઉપર ઇવીએમ મશીન પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં જે તે બુથ મથક ઉપર ના કર્મચારીઓને ઇવીએમ મશીન નો વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં તાલુકા પંચાયતની 21 બેઠક ઉપર યોજનાર ચૂંટણી ના 148 બુથો ઉપર 148 ઇ વી એમ મશીન તેમજ જિલ્લા પંચાયતની પાંચ બેઠક માટે 174 મતદાન મથકો ઉપર 174 ઇવીએમ મશીન ની ફાળવણી કરવામાં આવતા જે તે બુધના કર્મચારીઓ પોતાના બુથના ઇવીએમ મશીન લઈ રવાના થયા હતા 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર ને લઈ ચૂંટણી શાંતિપ્રિય વાતાવરણમાં તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે હાલમાં ચૂંટણી પ્રચાર ના પડઘમ શાંત થઈ ગયા છે પરંતુ અંદર ખાનગી ઉમેદવારો દ્વારા છેલ્લી ઘડીએ ખાટલા બેઠકો યોજાઈ કાવા દાવા ગડી રહ્યા હોવાનું જાણવા મળી આવ્યું છે.










