ઓગડ તાલુકાના આણંદપુરામા શ્રી મેલડી માતાજીની ભવ્ય રમેલ યોજાઈ.
ઓગડ તાલુકાના આણંદપુરામા શ્રી મેલડી માતાજીની ભવ્ય રમેલ યોજાઈ.

ઓગડ તાલુકાના આણંદપુરામા શ્રી મેલડી માતાજીની ભવ્ય રમેલ યોજાઈ.
ચૈત્ર મહિનો એટલે શ્રધ્ધાભક્તિ ભાવ અને આરાધનાનો ત્રિવેણી સંગમયુક્ત મહિનો ચૈત્ર મહિના માં ભક્તિ ભાવ અને દૈવી કર્મ વિશેષ જોવા મળતા હોય છે. આદ્ય શક્તિશ્રી જગદંબામાની ચૈત્રી નવરાત્રીના એન્ડમાં ઓગડ તાલુકાના આણંદપુરાના અને અમદાવાદ ખાતે રહેતા પ્રજાપતિ લાલજીભાઈ ગોરધનભાઈની મનોકામના પૂર્ણ થતા માદરે વતન આણંદપુરા ખાતે શ્રી મેલડી માતાજી મંદિર પરિસરમાં પ્રજાપતિ લાલજીભાઈ ગોરધનભાઈ દ્વારા શ્રી મેલડી માતાજી ની ભવ્ય રમેલનું આયોજન આજરોજ વૈશાખ સુદ નોમ ને શનિવાર તા.૨૫/૦૪/૨૦૨૬ ના રોજ રાત્રે પ્રહલાદભાઈ ધરમશીભાઈ, ભુવાજી પરાગભાઈ,ભુવાજી હીરાભાઈ,ભુવાજી જેન્તીભાઈ ની પાવન નિશ્રામાં ઊણ પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ રામજીભાઈ વાલપુરા,શ્રી ગુર્જર પ્રજાપતિ યુવક મંડળ બાર ગોળ કડીના પૂર્વ પ્રમુખ કાંતિભાઈ,ગુજરાત પ્રજાપતિ જાગૃત પરિષદ વિભાગ કાંકરેજ તાલુકા પ્રમુખ નટુભાઈ પ્રજાપતિ થરા,સમાજ સેવક નટુભાઈ પ્રજાપતિ ગાંધીધામની ઉપસ્થિતિમાં મહેમાનોએ ભોજન પ્રસાદ લીધા બાદ રાત્રે ભવ્ય રમેલ (જાતર)નું આયોજન કરવામાં આવેલ. કુંવાસીઓને ગોરધનબા પરિવાર દ્વારા ભેટપુજા કરેલ. પધારનાર ભુવાજીઓ સહીત પધારનાર મહેમાનોને કંકુ તિલક કરી ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી નાનુભાઈ,પરષોત્તમભાઈ, ઈશ્વરભાઈ, વાસુભાઈ સહીત મેહરીયા પરિવારે સ્વાગત સન્માન કર્યું હતું.પ્રહલાદભાઈ પ્રજાપતિ મહેસાણા સહીત આજુબાજુ ગામોના તથા પ્રજાપતિ સમાજ ના અનેક ભુવાજીઓએ રાત્રે રમેલની રમઝટ બોલાવેલ સવારે શુભ ચોઘડિયે સૂર્યદેવની સાક્ષી એ દેવી દેવતાઓને તેલ ફૂલ ચડાવેલ.દેવી દેવતાઓની આરતી ઉતારી સૌ છુટા પડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો 99795 21530





