HALVAD:હળવદ પોલીસ લાઈનમાં: સમાધાનના બહાને બોલાવી છરીથી હુમલો,9 સામે સામસામી ફરિયાદ





HALVAD:હળવદ પોલીસ લાઈનમાં: સમાધાનના બહાને બોલાવી છરીથી હુમલો,9 સામે સામસામી ફરિયાદ

હળવદ પોલીસ લાઈનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોય તેવો ઘાતક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ લાઈન જેવા સુરક્ષિત ગણાતા વિસ્તારમાં બે જૂથો વચ્ચે થયેલી મારામારી અને છરીબાજીની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. આ મામલે હળવદ પોલીસે બંને પક્ષની દલીલો સાંભળી પોલીસકર્મી અને તેમની પત્ની સહિત કુલ 9 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે.

પ્રથમ પક્ષનો આક્ષેપ કાર ભટકાવી નુકસાન પહોંચાડ્યું સમીર રફીકભાઈ જામ (ઉં.વ. 17) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, ગત તા. 24/04ના રોજ તેઓ પોતાના સંબંધીઓ સાથે વિજયભાઈ છાસીયા જમાદારના ઘરે દવા આપવા ગયા હતા. તે સમયે આરોપી સદામભાઈ ગુલમામદભાઈ ભટ્ટી અને બે અજાણ્યા શખ્સો વિજયભાઈ સાથે ઝઘડો કરી રહ્યા હતા. વચ્ચે પડતા આરોપીઓએ છરી વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો અને પોતાની થાર ગાડી ફરિયાદીની સ્વીફ્ટ કાર સાથે ભટકાવી આશરે ₹50,000નું નુકસાન પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સામા પક્ષનો આક્ષેપ સમાધાન માટે બોલાવી પૂર્વઆયોજિત હુમલો કર્યો બીજી તરફ સદામભાઈ ભટ્ટીએ વળતી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમને વિજયભાઈ છાસીયા જમાદારે સમાધાન માટે પોલીસ લાઈન બોલાવ્યા હતા. ત્યાં પહોંચતા જ પૂર્વઆયોજિત કાવતરા મુજબ સમીર જામ, ઉમરભાઈ, શબીરભાઈ અને સાદિકભાઈ મીયાણાએ છરી અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં સદામભાઈને હાથ-પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેમની થાર કારમાં પણ તોડફોડ કરવામાં આવી છે.
હળવદ પોલીસે આ ગંભીર ઘટનાને પગલે બંને પક્ષોની ફરિયાદના આધારે નીચે મુજબના આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે:કુલ આરોપી: 9 (જેમાં પોલીસકર્મી અને તેમની પત્નીનો પણ સમાવેશ થાય છે). ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ ધારાઓ અને જી.પી. એક્ટ હેઠળ કાર્યવાહી.પોલીસ લાઈનમાં જ થયેલી આ અથડામણને કારણે સ્થાનિક પ્રશાસન પણ હરકતમાં આવ્યું છે અને આગળની તપાસ તેજ કરવામાં આવી છે.


