BANASKANTHAPALANPUR

પાલનપુર મોટારામજી મંદિર ખાતે ત્રણ મુખ્ય આધારશીલા ચોવીસ પેટા શિલાન્યાસ પ્રતિષ્ઠા સંતો મહંતો ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપી

27 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુર મોટારામજી મંદિર ખાતે ત્રણ મુખ્ય આધારશીલા ચોવીસ પેટા શિલાન્યાસ પ્રતિષ્ઠા સંતો મહંતો ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપી કરોડોના ખર્ચે મીની અયોધ્યા જેવું મંદિરનું નિર્માણ થશે.પાલનપુરમાં પથ્થર સડક આવેલ પૌરાણિક ઇતિહાસિક રામજી મંદિર ખાતે જીર્ણોદ્ધાર ને લઈને તારીખ 24 ના દિવસે ત્રણ મુખ્ય આધારશીલા શ્રી રામચંદ્રજી ભગવાન શ્રી જગન્નાથ ભગવાન અને શ્રી અંબા માતાની સ્થાપના કરી અન્ય ચોવીસ પેટા શિલાન્યાસ તામ્ર પત્ર વિધિસર યજ્ઞ પૂજા કરી ખુલ્લી જગ્યામાં પાયો ખોદી મંદિરનું નવનિર્માણ શ્રી ગણેશ કરાયા હતા. પાલનપુર પથ્થર સડક વિસ્તારમાં આવેલા પૌરાણિક ઇતિહાસિક એવા રામજી મંદિર જીર્ણોદ્ધારને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી ટ્રસ્ટીઓ તેમજ અન્ય ભક્તો દ્વારા ભારે જહમત ઉઠાવી ભગવાનની સેવામાં જોડાયા હતા આ મોટા રામજી મંદિર જુના મંદિરની ભગવાનની આવેલી ત્રણ મુખ્ય મૂર્તિ તેમજ અન્ય દેવદેવીનું મૂર્તિઓ અન્ય જગ્યાએ વિધિસર ખસેડી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી બાદ ભક્તોના સહયોગથી મોટા રામજી મંદિર જીર્ણોદ્ધાર લઈને ભક્તો દ્વારા ઉછામણી દાન વિવિધ જગ્યાએ રથ ની સરવાણી વહેતી થઈ હતી આ રામજી મંદિર આધારશીલા આજરોજ શિલાન્યાસ વિધિ ઉદ્યોગપતિઓ ટ્રસ્ટીઓ સંતો મહંતો અને ભક્તોની હાજરીમાં મુખ્ય ત્રણ આધારશીલા રામજી મંદિર પરિસમાં શ્રી જગન્નાથ ભગવાન શ્રી રામચંદ્રજી ભગવાન અને શ્રી અંબા માતાજીની આ ત્રણ મુખ્ય આધારશીલા યજ્ઞ વિધિપૂજન કર્યા બાદ શાસ્ત્રો વિધિ પ્રમાણે સ્થાપના કરવામાં આવી હતી આ રામજી મંદિર આશરે બે વર્ષમાં મીની અયોધ્યા જેવું નિર્માણ થઈ તૈયાર થશે તેવું અહીના પૂજારીએ તેમજ ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું. પાલનપુર મોટા રામજી મંદિર ખાતે ત્રણ મુખ્ય આધારશીલાત્રણ અને ૨૪ પેટા શિલાન્યાસ વિધિ ઉદ્યોગપતિઓ ટ્રસ્ટીગણ તેમજ અન્ય ભક્તો આ આધારશીલા પૂજામાં હવનમાં જોડાયા હતા મન મૂકી દાન પણ અર્પણ કર્યું હતું આ શિલાન્યાસ વિધિમાં હાજરી આપવા આસપાસના અનેક સાધુ સંતો જેમાં રામેશ્વર મહારાજ 1008 મહામંડલેશ્વર . શિવગીરી બાપુ . દયાલ પુરી મહારાજ . વિજયગીરી મહારાજ. રવિ શરણાગીરી મહારાજ આ તમામ સંતોને રામજી મંદિરના 1008 શ્રી શ્રી રાઘવદાસજી મહંતે તમામ આવેલા સંતોનું સાલ ઓઢાડી આવકાર્યા હતા આ રામજી મંદિરના ટ્રસ્ટી શિવરામભાઈ પટેલ.દીપકભાઈ શાહ .દલસુખભાઈ અગ્રવાલ. અને અન્ય ભક્તો પણ હાજરી આપી હતી જેમાં ગજાનંદભાઈ જોષી એ જણાવ્યું આ રામજી મંદિર લગભગ બે વર્ષની નવનિર્માણ થઈ મીની અયોધ્યા જેવી બનાવવાની તમામ તૈયારી નું આયોજન કરાયું છે તમામ પૂજામાં બેઠેલા નામ ત્રાબાના પત્ર વિધિસર શિલાન્યા સ પૂજામાં બેઠેલા ભક્તો દ્વારા વિધિ પૂર્ણ કરવામાં આવી હતી જે આવનારી પેઢીઓમાં પણ એક ઐતિહાસિક યાદગીરી બની જશે.

Back to top button
error: Content is protected !!