BANASKANTHAPALANPUR

પાલનપુરમાં નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન કેન્દ્રો ઉપર ગરમીના પ્રકોપ વચ્ચે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો

27 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુરમાં નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન કેન્દ્રો ઉપર ગરમીના પ્રકોપ વચ્ચે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો…
પાલનપુરમાં નગરપાલિકાની૨૦૨૬ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિવિધ કેન્દ્રોમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિકારીઓ સ્થાનિક ધારાસભ્ય રાજકીય આગેવાનો નગરસેવકો સવારમાં ઉત્સાહપૂર્વ પોત પોતાના મત કેન્દ્ર ઉપર પરિવાર સાથે મતદાન કર્યું હતું. લોકોને સો ટકા મતદાન કરી જાગૃતિ લાવા લોકોને અપીલ કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 જેમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા ચૂંટણી ગરમીમાં સવારમાં તેમજ સાંજ સમય મતદાન કેન્દ્ર ઉપર મત આપવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો કેટલાક વિસ્તારમાં મત કેન્દ્ર બહાર ઉભેલા ઉમેદવારો ઘરડા વૃદ્ધ વિકલાંગો અને સાચવી લઈ જવા માટે જાગૃતતા બતાવી હતી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા જિલ્લા કલેકટર વિવિધ અધિકારીઓ વિવિધ મત કેન્દ્રો ઉપર જઈને નિરીક્ષણ કર્યું હતું અધિકારીઓએ પણ પોતાનો મતનો ઉપયોગ કરી જાગૃતતા બતાવી હતી જોકે નગરપાલિકાની સ્વરાજ્યની ચૂંટણી 60 થી 65 મતદાન થવાનું ધારણા જ્યારે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત 55 થી 60 મતદાન ની ટકાવારી જાગૃત લોકો મૂકી રહ્યા છે સાચો આંકડો મોડી સાંજે જાહેર થશે.

Back to top button
error: Content is protected !!