MEHSANAVIJAPUR

વિજાપુર તાલુકાના ખરોડ ગામે શ્રી જોગણી માતાજીનો પ્રથમ નવચંડી યજ્ઞ અને રમેણ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો

વિજાપુર તાલુકાના ખરોડ ગામે શ્રી જોગણી માતાજીનો પ્રથમ નવચંડી યજ્ઞ અને રમેણ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ખરોડ ગામ ખાતે શ્રી જોગણી માતાજીનો પ્રથમ નવચંડી યજ્ઞ અને રમેણ ધાર્મિક મહોત્સવ ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો હતો. કાર્યક્રમની શરૂઆત સવારે ભવ્ય શોભાયાત્રાથી કરવામાં આવી હતી, જેમાં ગામજનો અને ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાથે જ રાસગરબાની રમઝટે સમગ્ર ગામમાં આનંદ અને ભક્તિનો માહોલ ઉભો કર્યો હતો.નવચંડી યજ્ઞનો આરંભ વૈદિક શાસ્ત્રોક્ત વિધિ મુજબ સાથે કરવામાં આવ્યો હતો. યજ્ઞ દરમિયાન ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને ધાર્મિક લાભ લીધો હતો.જેમાં માતાજીનો ચંડીપાઠ, શ્રીફળ અર્પણ અને આરતી સાથે યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ભક્તોએ ભાવવિભોર બની આ અનોખા ધાર્મિક પ્રસંગનો લાભ લીધો હતો. માતાજીને તેલ-ફુલેકું અર્પણ કરવાની વિધિ પણ યોજાઈ હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન માઈભક્તો અને ધર્મપ્રેમી ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આયોજન સમિતિએ સુંદર સંચાલન કર્યું હતુ.

Back to top button
error: Content is protected !!