હાલોલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો,બાસ્કા તાલુકા પંચાયતની બેઠક પર આપ એ બાજી મારી

રિપોર્ટર. કાદિર દાઢી. હાલોલ
તા.૨૮.૪.૨૦૨૬
26 એપ્રિલ ના રોજ યોજાયેલ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીનું આજે મંગળવાર ના રોજ મત ગણતરી થતા હાલોલ તાલુકા પંચાયતમાં ફરી એકવાર ભગવો લહેરાયો હતો.હાલોલ તાલુકા પંચાયત ની 24 બેઠક માંથી ફક્ત એક બાસ્કા બેઠક પર આમ આદમી ના ઉમેદવાર ચૂંટાયા હતા.બાકીની 23 બેઠક પર ભાજપાનો તેમજ જિલ્લા પંચાયત ની પાંચે પાંચ બેઠક પર ભાજપા નો ભવ્ય વિજય થતા ભાજપા માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહીત ભાજપાના કાર્યકર્તાઓ એ ચૂંટાયેલા દરેક ઉમેદવારો ને ફુલહાર પહેરાવી મોં મીઠું કરાવી અભિનંદન પડાવ્યા હતા.અને ભવ્ય વિજય યાત્રા નીકળી હતી.જોકે યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસ,અપક્ષ કે અન્ય પક્ષ માં એક પણ સીટ પર કોઈ ઉમેદવાર વિજેતા ન બનતા સૂપડા સાફ કરી નાખ્યું હતું.હાલોલ તાલુકા પંચાયત ની ૨૪ બેઠક પૈકી કંજરી બેઠક માં શાંતાબેન સબુરભાઈ રાઠવા, સાથરોટા માં અરવિંદભાઈ વજેસિંહ રાઠવા અને ઘનસર વિદ્યાબેન રમેશભાઈ પરમાર આમ આ ત્રણ બેઠક માટે ભાજપ ના ઉમેદવારો સિવાયના અન્ય ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ ઉમેદવારોના ફોર્મ ચકાસણી દરમ્યાન અમાન્ય થતા આ ભાજપની આ ત્રણ બેઠક બિનહરીફ વિજેતા જાહેર કાર્ય હતા. જયારે બાકી રહેલી ૨૧ બેઠક માટે ૫૬ ઉમેદવારો મેદાન માં ઉતર્યા હતા, જેમાં આજે મતગણત્રી થતા બાસ્કા ની બેઠક સિવાય બધીજ બેઠક પર ભાજપનો વિજય થયો હતો.જયારે જિલ્લા પંચાયત ની હાલોલ તાલુકાની ૫ બેઠક માટે ૫ ભાજપ, ૫ કોંગ્રેસ, અને ૫ આમ આદમી મળી ૫ સીટ માટે ૧૫ ઉમેદવારો ચૂંટણી મેદાન માં ઉતારતા ત્રિપાંખિયો જંગ જામ્યો હતો.જેમાં પાંચે પાંચ બેઠક પર ભાજપા ના ઉમેદવારો વિજેતા બનતા અન્ય પક્ષ ના સૂપડા સાફ થઇ જતા ભાજપા માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.હાલોલ તાલુકા પંચાયત ની ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારોની યાદી ૧.અભેટવા-રમીલાબેન રણજીતભાઈ નાયકા,ભાજપા.૨.બાસ્કા-સાહિસતાબાનું કાદરઅલી મકરાણી,આપ.૩.ચાંપાનેર-મીતલબેન મયૂરકુમાર પરમાર,ભાજપા.૪.ઢીંકવા-છાયાબેન મુકેશભાઈ પરમાર,ભાજપા.૫.ઘનસાર-વિદ્યાબેન રમેશભાઈ પરમાર,ભાજપા.બિનહરીફ.૬.કંજરી-શાંતાબેન સબુરભાઈ રાઠવા,ભાજપા બિનહરીફ.૭.કથોલા-નીરુબેન પ્રતાપભાઈ બારીયા,ભાજપા.૮.મદાર-હરીશકુમાર ગોરધનભાઈ પરમાર,ભાજપા.૯.મસવાડ-ચંચીબેન રમેશભાઈ રાઠવા,ભાજપા.૧૦.મોટી ઉભરવાણ- વિનાભાઈ નાનસિંગભાઈ રાઠવા,ભાજપા.૧૧.નવાગામ-ઉદેસિંહ શંકરભાઇ બારીયા,ભાજપા.૧૨.પાલનપુર-ગોપાલસિંહ ગુલાબસિંહ બારીયા,ભાજપા.૧૩.પ્રતાપપુરા-હીરાભાઈ કાળુભાઇ ડામોર,ભાજપા.૧૪.રમેશરા-ચેતનસિંહ ઉદેસિંહ સોલંકી,ભાજપા.૧૫.રવાલીયા-નિકેશકુમાર સોમાભાઈ પરમાર,ભાજપા.૧૬.સાથરોટા-અરવિંદભાઈ વજેસિંહ રાઠવા,ભાજપા બિનહરીફ.૧૭.શિવરાજપુર-રેખાબેન મહેશભાઈ રાઠવા,ભાજપા.૧૮.તલાવડી-ગીતાબેન ચેતનભાઈ બારીયા,ભાજપા.૧૯.તરખંડા-લાલજીભાઈ ભાયલાભાઇ નાયક,ભાજપા.૨૦.ઉજેતી-મુન્નીબેન વિજયભાઈ નાયક,ભાજપા.૨૧.વડાતળાવ-સજનબેન ગુલાબસિંહ પરમાર,ભાજપા.૨૨.વાઘબોર્ડ-અશોકભાઈ ગોવિંદભાઇ બારીયા,ભાજપા.૨૩.વાંકડિયા-પ્રવિણસિંહ ઉદેસિંહ પરમાર,ભાજપા.૨૪.વરસડા-શૈલેષભાઇ મીઠાભાઇ પરમાર,ભાજપા.જયારે જિલ્લા પંચાયત ની હાલોલ તાલુકાની ૫ બેઠક ના વિજેતા ઉમેદવાર ની યાદી.૧.કંજરી-વિણાબેન ઈશ્વરભાઈ નાયક,ભાજપ.૨.રવાલીયા-સોનાલીકાબેન અંકિતકુમાર ગોહિલ,ભાજપ.૩.તલાવડી-વિપુલકુમાર મનુભાઈ બારીયા,ભાજપ.૪.શિવરાજપુર-મીનાબેન ઠાકોરભાઈ પરમાર,ભાજપ.૫.તરખંડા-મહેન્દ્રસિંહ દલપતસિંહ ચાવડા,ભાજપ.














