માંગરોળના રણકપોર ગામે સુરત ગ્રામ્ય LCBનો સપાટો: ₹13.18 લાખના વિદેશી દારૂ અને બે કાર સાથે લિસ્ટેડ બુટલેગરનો જથ્થો ઝડપાયો

સુરત આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા આપવામાં આવેલી કડક સૂચનાના પગલે સુરત ગ્રામ્ય એલ.સી.બી. (LCB) અને પેરોલ ફર્લો સ્ક્વોડને મોટી સફળતા મળી છે. માંગરોળ તાલુકાના રણકપોર ગામની સીમમાં દરોડો પાડી પોલીસે કુલ ₹13,18,136 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઘટનાની વિગત
સુરત ગ્રામ્ય LCBના પી.આઈ. આર.બી. ભટોળ અને પેરોલ ફર્લો સ્ક્વોડના પી.આઈ. એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમો પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એ.એસ.આઈ. જગદીશભાઈ કામરાજ, હે.કો. હરસુરભાઈ નાનજીભાઈ અને હે.કો. વિક્રમસિંહ લાલુભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે કામરેજના ખોલેશ્વરનો લિસ્ટેડ બુટલેગર હિતેશ ઉર્ફે લાલુ ગોમાનભાઈ વસાવાએ રણકપોર ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવ્યો છે અને તે સગેવગે કરવાની ફિરાકમાં છે.
બાતમીના આધારે પોલીસે રાત્રિના સમયે ખેતરાડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. પોલીસના વાહનો જોઈને અંધારાનો લાભ લઈ આરોપીઓ ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
*જપ્ત કરવામાં આવેલો મુદ્દામાલ*
પોલીસે સ્થળ પરથી નીચે મુજબની મિલકત કબ્જે કરી છે:
* વિદેશી દારૂ: નાની-મોટી 2964 બાટલીઓ તથા ટીન બીયર (કિંમત ₹4,58,136/-)
* વાહન 1: હ્યુન્ડાઈ i-20 કાર (GJ-05-JQ-0340) (કિંમત ₹5,00,000/-)
* વાહન 2: મારુતિ સુઝુકી ઈકો કાર (GJ-16-BK-6566) (કિંમત ₹3,50,000/-)
મોબાઈલ: 01 નંગ (કિંમત ₹10,000/-)
કુલ મુદ્દામાલ: ₹13,18,136/-
વોન્ટેડ આરોપીઓ
પોલીસે આ મામલે મુખ્ય બુટલેગર હિતેશ ઉર્ફે લાલુ વસાવા (રહે. ખોલેશ્વર, કામરેજ), બંને કારના ચાલકો અને રેઈડ દરમિયાન નાસી જનાર એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમને વોન્ટેડ જાહેર કર્યા છે.
કામગીરી કરનાર ટીમ
આ પ્રશંસનીય કામગીરીમાં LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા:
પી.આઈ. આર.બી. ભટોળ અને પી.આઈ. એન.જી. પાંચાણી
પી.એસ.આઈ. એ.એન. ચૌહાણ
એ.એસ.આઈ. જગદીશભાઈ, એ.એસ.આઈ. હેમંતભાઈ
હે.કો. હરસુરભાઈ, વિક્રમસિંહ, કાર્તિકગીરી
પો.કો. રમેશભાઈ અને વિષ્ણુભાઈ
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા સુરત કામરેજ







