MORBI:મોરબી ‘પથિક’ સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનાર હોટલ સંચાલક સામે કાર્યવાહી




MORBI:મોરબી ‘પથિક’ સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનાર હોટલ સંચાલક સામે કાર્યવાહી

મોરબી: જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા તેમજ સુરક્ષાના હેતુથી વહીવટી તંત્ર દ્વારા હોટલ અને ગેસ્ટ હાઉસમાં રોકાતા મુસાફરોની વિગતો ‘પથિક’ (PATHIK) સોફ્ટવેરમાં નોંધવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે મોરબી SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ની ટીમે કડક ઝુંબેશ હાથ ધરી છે.

મોરબી એસ.ઓ.જી.ની ટીમ જ્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમીના આધારે હળવદ રોડ પર ઘુંટુ ગામની સીમમાં આવેલી ‘પાર્થ હોટલ’ માં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
હોટલમાં આવતા મુસાફરોની એન્ટ્રી માત્ર મેન્યુઅલ રજીસ્ટરમાં જ કરવામાં આવતી હતી.સરકારના આદેશ મુજબ, ઓનલાઇન ‘પથિક’ સોફ્ટવેરમાં કોઈપણ પ્રકારની વિગતો અપડેટ કરવામાં આવતી નહોતી.જાહેરનામાનો સ્પષ્ટ ભંગ જણાતા પોલીસે હોટલ મેનેજર સુરવિરસિંહ નરેન્દ્રનાથ ચૌહાણ રહેઠાણ હાલ ઘુંટુ (મૂળ રહે. રાજસ્થાન)મોરબી એસ.ઓ.જી. દ્વારા આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરવામાં આવી છે.


