
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા-ટીંટોઈ રોડ પર કોલસા ભરેલા ટ્રકમાં આગ, મોટી જાનહાનિ ટળી

અરવલ્લી જિલ્લામાં મોડાસા-ટીંટોઈ રોડ પર આજે એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં કોલસા ભરેલા ટ્રકમાં અચાનક આગ લાગી હતી. ટ્રકના પાછળના ભાગેથી આગ ભભૂકી ઉઠતા માર્ગ પર થોડો સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો.સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ટીમે સમયસર કામગીરી કરીને આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.પ્રાથમિક માહિતી મુજબ આગ ટ્રકના પાછળના ભાગે લાગી હતી, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતા જ ટીંટોઈ પોલીસ પણ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.આ ઘટનાને કારણે થોડો સમય માટે ટ્રાફિક વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો, પરંતુ હાલ સ્થિતિ સામાન્ય બની ગઈ છે.





