
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
મ
ખેરગામ ખાતે લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર ટપાલી શ્રી મંગુભાઈ રડીયાભાઈ પટેલને નિવૃત્તિ પ્રસંગે ભાવભીની વિદાય અપાઈ હતી.
સને ૧૯૮૪માં ધોરણ ૧૧માં અભ્યાસ કરતા ગરીબ ખેડૂત કુટુંબના મંગુભાઈએ પોસ્ટ ખાતામાં અરજી કરી ટપાલી તરીકે નિમણૂક મેળવી હતી. માત્ર રૂ. ૧૮૦ના માસિક વેતનથી તેમણે ખેરગામ ખાતે સેવા શરૂ કરી હતી. તે સમયે સ્વ. રોશનભાઈ સાથે ગામમાં ટપાલ વહેંચવાની જવાબદારી નિભાવતા હતા.ગુજરાત સ્થાપના દિને જન્મેલા મંગુભાઈએ ૬૫ વર્ષની વયે ૪૨ વર્ષની લાંબી સેવા પૂર્ણ કરી ભારતીય ગ્રામીણ ડાક સેવાથી નિવૃત્તિ લીધી. તેમના સન્માનમાં ખેરગામ સબ પોસ્ટ ઓફિસ ખાતે વિદાય સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે પોસ્ટ ઓફિસના ઉર્મિલાબેન પટેલ, વિજયભાઈ (રૂમલા), સંદીપ, સાવરીયા તેમજ સહકર્મી હસમુખભાઈ અને નયનાબેને મંગુભાઈને સ્મૃતિચિહ્ન અને સન્માન પત્ર અર્પણ કરી, મંગુભાઈ તથા રેખાબેન દંપતિને હાર પહેરાવી શુભેચ્છા સાથે વિદાય આપી હતી.વિદાય સમયે મંગુભાઈએ સહકર્મચારીઓ, અધિકારીઓ અને ખેરગામના નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભારત સરકાર પ્રત્યે પણ આભાર વ્યક્ત કરી, પોતાના સેવા સમય દરમિયાન મળેલા સન્માન અને સહકાર માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.




