BANASKANTHADEODAR

ગુજરાત સ્થાપના દિવસ અને પૂનમના પવિત્ર અવસરે જોગણી યુવક મંડળ અને ગૌ મહિલા મંડળ દ્વારા ભવ્ય ગૌ-સેવાનું આયોજન

ગુજરાત સ્થાપના દિવસ અને પૂનમના પવિત્ર અવસરે જોગણી યુવક મંડળ અને ગૌ મહિલા મંડળ દ્વારા ભવ્ય ગૌ-સેવાનું આયોજન

પ્રતિનિધિ દિયોદર ફોટો
અહેવાલ કલ્પેશ બારોટ

આજરોજ ૧લી મે એટલે કે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ અને સાથે સાથે પૂનમનો પવિત્ર દિવસ. આ બેવડા શુભ પ્રસંગે સેવા કરવાનો એક અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો હતો. વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકામાં વખા નવા ગોળીયા ખાતે જોગણી યુવક મંડળ અને ગૌ મહિલા મંડળના સંયુક્ત સહયોગથી ગૌ-માતાની સેવા માટે એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

હાલ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે અબોલ જીવોની સેવા કરવી એ જ સાચો ધર્મ છે. આ વિચારને સાર્થક કરતા જોગણી યુવક મંડળ, વખાનવા ગોળીયાના ભાઈઓ અને ગૌ મહિલા મંડળની બહેનો દ્વારા ગૌ-માતા માટે ઠંડક આપતા ફળ ‘શક્કરટેટી’ના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

સેવાનું પ્રમાણ: આ પ્રસંગે કુલ ૫,૨૪૦ કિલોથી વધુ શક્કરટેટી ગૌ-માતાને અર્પણ કરવામાં આવી હતી. એનો લાભ 4.500 વધુ ગૌ માતાએ લીધો.

લાભાર્થી ગૌશાળા: આ પ્રસાદીનો લાભ ગજાનંદ ગૌશાળા અને રાધે ક્રિષ્ના ગૌશાળાની ગાયોને આપવામાં આવ્યો હતો.

સહયોગ: મંડળના સભ્યો, સ્થાનિક ભાઈ-બહેનો અને દાતાઓના આર્થિક તેમજ શારીરિક સહયોગથી આ ભગીરથ કાર્ય સફળ બન્યું હતું.

સેવાકીય કાર્યમાં જોડાયેલા તમામ સભ્યોએ આ તકે ધન્યતા અનુભવી હતી. આજના સમયમાં સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ કરીને પણ આવા ઉમદા કાર્યોનો પ્રચાર-પ્રસાર કરી શકાય છે, જે અન્ય લોકો માટે પણ પ્રેરણા સ્ત્રોત બને છે.
“ગૌ-સેવા એ જ પ્રભુ સેવા છે. જે પણ દાતાઓ અને ભાઈ-બહેનોએ આ કાર્યમાં પોતાનો સહયોગ આપ્યો છે, તે બદલ અમે સૌના આભારી છીએ. ગૌ-માતાના આશીર્વાદ તમામ સેવાભાવી વ્યક્તિઓ પર હંમેશા બની રહે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ.”

આમ, ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી અબોલ જીવોની સેવા કરીને ખૂબ જ સાર્થક રીતે કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!