HALOLPANCHMAHAL

હાલોલના દેવ ડેમ માં નાવડી પલ્ટી ખાતા બે યુવકોના નિપજ્યા મોત.

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩.૫.૨૦૨૬

હાલોલ તાલુકામાં આવેલ દેવડેમ ખાતે માછલી પકડવા ગયેલા સાળા બનેવી નું દેવ ડેમ ના પાણીમાં નાવડી ડૂબી જતા મોત નીપજ્યા હતા.જાણવા મળેલી માહિતી મુજબ હાલોલ તાલુકાના ધનપરી ગામના સંજયભાઈ તેમજ નાથકુવા ગામેથી મેહમાન ગતિએ આવેલ અજીતભાઇ રામસિંહભાઈ નાયક તા. 1 મે ના રોજ સાંજના સમયે નાવડી લઈને દેવ ડેમ ખાતે માછી મારવા માટે ગયા હતા. દરમિયાન બનેલી ઘટના માં સાળા બનેવી નું પાણીમાં ગરકાવ થઇ જવાથી મોત નીપજ્યા હતા બન્ને મૃતદેહો બીજા દિવસે મોડી સાંજે પાણીમાં તરતા દેખાઈ આવતા તેમના પરિવારજનો તેમજ ગ્રામજનોએ એકત્રિત થઈ બન્ને મુર્તદેહો બહાર કાઢયા હતા.બનાવની વિગત એવી છે કે હાલોલ તાલુકાના ધનપુરી ગામે રહેતા સંજયભાઈ ઠાકોરભાઈ નાયક તા.1 મે ના રોજ સાંજના સમયે માછી મારવા માટે જતા હતા ત્યારે તેમના સગા બનેવી મેહમાન ગતિએ આવેલ અજીતભાઇ રામસિંહભાઈ નાયક પણ સાથે માછલી મારવા માટે નાવડી માં બેસીને ગયા હતા અને સાજ નો સમય અને વાતવરણમાં એકાએક પલટો થતા વધારે પવન ને કારણે નાવડી બેલેન્સ ગુમાવી સાળો તેમજ બનેવી બન્ને નાવડી સાથે પાણીમાં ડૂબી ગયા હતા વધારે પાણી હોવાથી પાણીમાં ગરકાવ થઇ જતા તેઓ બહાર નીકળી શક્યા ન હતા જ્યારે બીજી તરફ તેમના પિતા કામ ધંધે થી પરત આવતા પુત્ર સંજય અને જમાઈ અજીતકુમાર માછલી પકડવા ગયા હતા મોડુ થઈ ગયું હોવા છતા પરત ન ફરતા તેઓ દેવ ડેમ ખાતે જોવા માટે ગયા ત્યારે ઢોર ચરાવતા ઈસમે કહેલૂ કે માછલી પકડવા ગયેલા બે જણા ની નાવડી પવન ને લીધે ઊંધી પડી જતા બન્નેવ જના પાણીમાં ડૂબી ગયા છે જેથી તેઓની શોધખોળ કરી હોવા છતા મળી આવેલ નહી પરંતુ બીજા દિવસે એટલે કે 2 મે ના રોજ મોડી સાંજે દેવ ડેમ ના પાણીમાં બે ઇસમોના મૃતદેહ તરતા દેખાતા હોય ઠાકોરભાઈ તેમજ ગ્રામજનો દેવ ડેમ ખાતે આવી બંનેવ ઇસમોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢી જોતા આ ઇસમો અન્ય કોઈ નહી પરંતુ પુત્ર સંજય અને જમાઈ અજીતકુમાર જ હોવાનું જણાઈ આવતા બંનેવ ના મૂર્તદેહ ને હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા બનાવ અંગે ની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે તેમજ હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવી પ્રાથમિક તપાસ બાદ અક્સ્માત મોત નો ગુનો નોંધી આજે 3 મે રવિવારના રોજ બન્નેના મૃતદેહ નું પીએમ કરાવી તેઓના પરિવારજનો સોંપ્યા હતા બનાવને પગલે નાના ગામમાં ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

Back to top button
error: Content is protected !!