BANASKANTHADEODAR

દિયોદર તાલુકામાં બે દિવસમા બે જગ્યાએ રેડી કરી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો………

દિયોદર પોલીસને ચેલેન્જ આપતી વાવ થરાદ પેરોલ ફર્લો સ્કોડ પોલીસ…..

દિયોદર તાલુકામાં બે દિવસમા બે જગ્યાએ રેડી કરી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો………

પ્રતિનિધિ દિયોદર ફોટો

અહેવાલ કલ્પેશ બારોટ

વાવ થરાદ પોલીસ દ્વારા જિલ્લામાં દારૂબંધીના કડક અમલીકરણ માટે વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ સામે સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે દિયોદર તાલુકામાં તાજેતરની કાર્યવાહી માં વાવ થરાદ પેરોલ ફર્લો સ્કોડ પોલીસને મોટી સફળતા મળી છે અને લાખો રૂપિયા ના વિદેશી દારૂ સાથે બુટલેગરોને ઝડપી પાડ્યા છે…..

આમતો પેરોલ ફર્લો સ્કોડ પોલીસને વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીઓની શોધખોળ કરવાની કામગીરી સોંપેલી હોય છે પરંતુ વાવ થરાદ પેરોલ ફર્લો સ્કોડ ની ટીમ SMC પોલીસની જેમ એક પછી એક વિદેશી દારૂ નો જથ્થો ઝડપી રહી છે અને સ્થાનિક પોલીસની પોલ ખોલી રહી છે મળતી માહિતી અનુસાર વાવ થરાદ પેરોલ ફર્લો સ્કોડ ની ટીમ દિયોદર તાલુકામાં ફરાર આરોપીઓની તપાસમાં હતા તે દરમિયાન બાતમી હકિકત મળેલ કે ચાળવા ગામે રહેતા દાનાભાઈ ઉકાભાઇ રાજપૂતની અલ્ટો ગાડીમાં વિદેશી દારૂ ભરેલ હોય જે હકીકત બાતમી આધારે વાવ થરાદ પેરોલ ફર્લો સ્કોડ ની ટીમ રેડ કરી હતી જેમાં અલ્ટો ગાડી માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો કુલ રૂ 119596ના મુદામાલ સાથે આરોપી દાનાભાઈ ઉકાભાઇ રાજપૂત સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જોકે બીજી તરફ દિયોદર તાલુકાના સરદારપુરા (જ.) ગામે રહેણાંક ઘરની ઓરડી માંથી વિદેશી દારૂના જથ્થા સાથે આરોપી ચેનજી જગસીજી ઠાકોરને ઝડપી તેની સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જોકે વાવ થરાદ પેરોલ ફર્લો સ્કોડ પોલીસની બે દિવસ ની કામગીરી એ દિયોદર પોલીસની નિષ્ક્રિયતા છતી કરી હોય તેવું લોકોમાં ચર્ચા રહ્યું છે…..

દિયોદર બીટ નંબર 2 માં ઘણા સમયથી વિદેશી દારૂ નો વેપલો વધ્યો હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે……

દિયોદર તાલુકામાં બીટ નંબર 2 માં આવતા ગ્રામીણ વિસ્તારોમાં વિદેશી દારૂ નો વેપલો છેલ્લા ઘણા સમયથી મોટા પ્રમાણમાં વધ્યો હોય તેવું લોકોમાં ચર્ચા રહ્યું છે ત્યારે તા 3/5/2026 ના રોજ વાવ થરાદ પેરોલ ફર્લો સ્કોડ ની ટીમે બીટ નંબર 2 માં આવતા સરદારપુરા જ ગામેથી રહેણાંક મકાનમાં રેડ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જો કે દિયોદર પોલીસ અને બીટ નંબર 2 ના જમાદાર આ બાબતે એક્શન માં આવે તો મોટી સફળતા મળે તેવી શક્યતા સેવાઈ રહી છે ત્યારે હવે તો જોવાનું જ રહ્યું કે શું દિયોદર પોલીસ એક્શનમાં આવશે કે પછી હપ્તાની હાડમાળામાં વ્યસ્ત થઈ જશે એતો હવે આવનારો સમય જ બતાવશે……

………………

Back to top button
error: Content is protected !!