BANASKANTHAGUJARATKANKREJ

ઝાલમોરમાં પ્રથમ સમૂહ લગ્નોત્સવમા ૯ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા.

શ્રી સપ્તેશ્વર મહાદેવ ત્રિકમ સાહેબ આશ્રમ સેવા ટ્રસ્ટની અનોખી સામાજિક પહેલ..

ઝાલમોરમાં પ્રથમ સમૂહ લગ્નોત્સવમા ૯ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા.
—————————————
શ્રી સપ્તેશ્વર મહાદેવ ત્રિકમ સાહેબ આશ્રમ સેવા ટ્રસ્ટની અનોખી સામાજિક પહેલ..
—————————————

કાંકરેજ તાલુકાના ઝાલમોર ગામે શિવનગર સ્થિત શ્રી સપ્તેશ્વર મહાદેવ ત્રિકમ સાહેબ આશ્રમ સેવા ટ્રસ્ટ દ્વારા ઉત્તર ગુજરાત રોહિત સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવનું ૩ જી મે ૨૦૨૬ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.સમાજ સેવા અને એકતાના આ પ્રસંગે કુલ ૯ નવયુગલોએ વૈદિક વિધિ મુજબ લગ્નગ્રંથિથી જોડાઈ પોતાના દાંપત્ય જીવનની નવી શરૂઆત કરી હતી.સમૂહ લગ્ન સમારોહમાં પરમ પૂજ્ય રાજારામ બાપુના આશીર્વાદ સાથે અનેક રાજકીય,સામાજિક અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સમૂહ લગ્નના અધ્યક્ષ ડૉ.કિરીટભાઈ સોલંકી,બ.કાં. જિલા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા,થરા સ્ટેટમાજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર,માર્કેટયાર્ડ થરા ચેરમેન ઈશ્વરભાઈ પટેલ,બિલ્ડર ગણપતભાઈ હરિભાઈ પરમાર,તેજાભાઈ દેસાઈ, મુકેસિહ વાઘેલા,નિરંજન ઠકકર, અરૂણ સાધુ પૂર્વ ડાયરેક્ટર સહિત મહાનુભાવોએ નવદંપતિઓને શુભેચ્છાઓ પાઠવી હતી.કાર્યક્રમમાં રોહિત સમાજ સહિત અનુસૂચિત જાતિના આગેવાનો,મહિલાઓ સહીત વિશાળ સંખ્યામાં સમાજજનોએ નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા.સમૂહ લગ્ન દ્વારા સમાજના આર્થિક રીતે નબળા પરિવારોને સહાયરૂપ થવા સાથે સામાજિક સમરસતાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. નવદંપતિઓને ઘરવખરી,લગ્ન સામગ્રી અને ભોજન કીટ સહિત ઉપયોગી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ સમારોહને સફળ બનાવવા સહયોગી દાતાઓ અને સેવાભાવી આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. સમૂહલગ્ન ટ્રસ્ટના પ્રમુખ રાજારામબાપુના આશીર્વાદ સાથે આભાર વિધિ ભેમાભાઈ કોઈટીયા સ્ટેજ સંચાલન પ્રવીણભાઈ મધાભાઈ પરમાર થરા દ્વારા કરવામાં આવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!