થરા નજીક ઓટોરિક્ષા પલટી જતાં પાટણથી દીકરીના લગ્નની ખરીદી કરીને પરત ફરતા પિતાનું કરૂણ મોત…
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નજીક દિલ્હી કંડલા નેશનલ હાઈવે

થરા નજીક ઓટોરિક્ષા પલટી જતાં પાટણથી દીકરીના લગ્નની ખરીદી કરીને પરત ફરતા પિતાનું કરૂણ મોત…
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નજીક દિલ્હી કંડલા નેશનલ હાઈવે નં.૨૭ પર ઓટોરીક્ષા નં . GJ 03 BU 9931 થરા થી રાધનપુર તરફ જઈ રહી હતી. રવિવારે રાત્રે રાધનપુર તરફ જઈ રહેલ રીક્ષાને કુતરૂ આડું આવતા ઓટો રીક્ષા પલ્ટી જતાં તેમાં મુસાફરી કરી રહેલ એક વ્યક્તિ નું મોત નીપજ્યું હતું.જાણવા મળતી માહિતી અનુસાર મૃતક પાટણ થી દીકરીના લગ્નની ખરીદી કરીને પરત ફરી રહ્યા હતા.મૃતકની ઓળખ સાંતલપુર ના ઉદરગઢા ગામના વિરમભાઈ ઠાકોર તરીકે થઈ છે.મૃતક વિરમભાઈ ઠાકોર ની દીકરીના લગ્ન આગામી ૮ મી મે ૨૦૨૬ ના રોજ હતા.આ દુર્ઘટના બનતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.પ્રાથમિક માહિતી અનુસાર થરા ભલગામ વચ્ચે અચાનક કુતરૂ આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં રીક્ષા પલટી ગઈ હતી. ઘટનાની જાણ થરા પોલીસને થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો લઈ મૃતદેહને પી. એમ.માટે થરા જે.વી.શાહ સરકારી રેફરલ હોસ્પિટલ ખસેડ્યો હોવાનું જાણવા મળે છે.પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530





