MAHISAGARSANTRAMPUR

વન્યજીવોને માનવ વસાહતો તરફ આવતા રોકવા અને માનવ-વન્યજીવ સંઘર્ષ ટાળવા વનતંત્ર ‘એક્શન મોડ’માં

મહીસાગર વન વિભાગનો સંવેદનશીલ અભિગમ:

કાળઝાળ ઉનાળામાં વન્યજીવોની તરસ છીપાવવા જંગલોમાં કૃત્રિમ જળકુંડ (ગજલર) કાર્યરત
****

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર….

વન્યજીવોને માનવ વસાહતો તરફ આવતા રોકવા અને માનવ-વન્યજીવ સંઘર્ષ ટાળવા વનતંત્ર ‘એક્શન મોડ’માં
****

મહીસાગર જિલ્લાના વિશાળ વનક્ષેત્રમાં વસતા અબોલ વન્યજીવો માટે આ કાળઝાળ ઉનાળામાં સૂર્યદેવતાના પ્રકોપ વચ્ચે જ્યારે કુદરતી જળસ્રોતો સુકાઈ રહ્યા છે, ત્યારે વન વિભાગે ‘એક્શન મોડ’માં આવીને વન્યજીવોને માનવ વસાહતો તરફ ભટકતા રોકવા માટે સરાહનીય પગલું ભર્યું છે. જિલ્લાના 61,687 હેક્ટરમાં ફેલાયેલા જંગલોમાં દુર્ગમ અને પહાડી વિસ્તારોમાં, વન વિભાગ દ્વારા કૃત્રિમ જળકુંડ (ગજલર) કાર્યરત કરવામાં આવ્યા છે.
મહીસાગર નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ વિવિધ રેન્જમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ કુંડની વિશેષતા એ છે કે તેમાં કળી ચૂનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પાણીને માત્ર ઠંડું જ નથી રાખતો પણ પ્રાણીઓને જરૂરી કેલ્શિયમ પૂરું પાડી તેમના સ્વાસ્થ્યની પણ જાળવણી કરે છે.ભીષણ ગરમીની પરવા કર્યા વગર વનકર્મીઓ ટ્રેક્ટર અને ટેન્કર મારફતે પથરાળ રસ્તાઓ ઓળંગીને નિયમિતપણે આ કુંડ રીફિલ કરી રહ્યા છે.
ખાનપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યુ હતું કે વન્ય જીવો માટે ખાનપુર રેન્જમાં અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં 7 થી 10 આવા કુત્રિમ ગજલર બનાવ્યા છે જેમાં વન કર્મીઓનો સ્ટાફ સતત મોનીટર કરીને દિવસ રાત્રે પણ પાણી ખાલી ના થાય તેનું ધ્યાન રાખે છે અને પાણી ભરવાની વ્યવસ્થા કરે છે જેથી વન્યજીવો પાણી માટે માનવ વસાહતમાં ના જાય અને કોઈ ઘર્ષણ ના થાય વધુમાં તેમણે જણાવ્યું કે જ્યાં જ્યાં આ ગજલર બનાવવામાં આવ્યા છે ત્યાં ત્યાં વન્યજીવોની સુરક્ષા અને ગતિવિધિઓ પર નજર રાખવા માટે આગામી સમયમાં આ સ્થળોએ નાઈટ વિઝન કેમેરા પણ લગાવવાનું આયોજન છે.
વન વિભાગના આ ભગીરથ પ્રયાસોથી દીપડા, નીલગાય અને ઝરખ જેવા વન્યજીવોને જંગલના ઊંડાણમાં જ પીવાનું પાણી મળી રહે છે, જેનાથી વન્યજીવ-માનવ સંઘર્ષની શક્યતાઓ ઘટી છે. વન વિભાગે આ સાથે જ સામાન્ય જનતાને પણ પક્ષીઓ અને પ્રાણીઓ માટે જળસેવા કરવા અપીલ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Back to top button
error: Content is protected !!