ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત વડગામ મામલતદાર કચેરી એ આવેદનપત્ર આપવામાં આવ્યું

7 મે જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત વડગામ મામલતદાર કચેરી એ આવેદનપત્ર આપવામાં આવ્યું
ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત સમસ્ત ગૌભક્ત, સંત સમાજ અને જાગૃત નાગરિકો દ્વારા વડગામ ખાતે ગુરૂવારે ભવ્ય રેલી યોજી મામલતદાર અંકિત શાહ ને “ગૌ સન્માન આહ્વાન અભિયાન” અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારના નામે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
આ અંગે આવેદનપત્ર આપવા આવેલ ગૌ ભક્તો, સંત સમાજ અને જાગૃત નાગરિકો, એ જણાવ્યું હતું કે, “ગૌ સન્માન આહ્વાન અભિયાન” ના માધ્યમથી ભારતના સંપૂર્ણ દેશી ગૌવંશને સુરક્ષા, સન્માન, તેમની સેવા અને બંધારણીય દરજ્જો અપાવવા હેતુ મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયા, પ્રધાનમંત્રી , મહામહિમ રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી ને સંબોધિત વિગતવાર વડગામ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત વડગામ મામલતદાર કચેરી એ આવેદનપત્ર આપવામાં આવ્યું તસ્વીર અહેવાલ પુષ્કર ગોસ્વામી વડગામ





