થરા ખાતે ગાય માતાને “રાષ્ટ્રીય માતા”નો દરજ્જો આપવા, ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ સાથે મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
થરા ખાતે ગાય માતાને "રાષ્ટ્રીય માતા"નો દરજ્જો આપવા, ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ સાથે મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

થરા ખાતે ગાય માતાને “રાષ્ટ્રીય માતા”નો દરજ્જો આપવા, ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ સાથે મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
તાજેતરમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાય માતાને “રાષ્ટ્રીય માતા” નો દરજ્જો આપવા તથા ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ સાથે આવેદનપત્રો આપવામાં આવ્યા છે.ગૌ સમ્માન દિવસ ૭ મે ૨૦૨૬ ના રોજ ગુજરાતના ૨૬૮ તાલુકાઓમાં “ગૌ સમ્માન દિવસ” નિમિત્તે સરકારને પ્રાર્થના પત્ર પાઠવી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી છે.ત્યારે ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિર થી દેવદરબાર જાગીર મઠ ના મહંત પરમ પૂજ્ય ૧૦૦૮ મહંતશ્રી બળદેવનાથજીબાપુ, સમસ્ત ભરવાડ સમાજ ગુરૂગાદીશ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ જગ્યાના પરમપૂજ્ય ધર્મ ધુરંધર શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંતશ્રી ઘનશ્યામપુરીજીબાપુ ગુરૂશ્રી શિવપુરીજીબાપુ,થળી જાગીર મઠના પરમ પૂજ્ય મહંતશ્રી ૧૦૦૮ સ્વામી શંકરપુરી બાપુ ગુરૂશ્રી જગદીશપૂરીજી બાપુ, સુખદેવસિંહ સોઢા, હરગોવનભાઈ શિરવાડીયા,થરા સ્ટેટમાજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા, કિરીટભાઈ અખાણી, શિક્ષક વી. એમ. કાળોતરા સહીત ની ઉપસ્થિતિમાં થરા નગર ના ગૌ ભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરેલ. “‘જય ગૌ માતા”, “જય શ્રી રામ” અને “ૐ હર હર મહાદેવ” જેવા જયઘોષ સાથે પોતાની માંગણી ઓ પૂરી કરવાના નારા લગાવ્યા હતા.શ્રી ઓગડ વિદ્યા મંદિર મેઈન બજાર થઈ મામલતદાર કચેરીએ જઈ ઓગડ મામલતદાર કિરણપુરી ગૌસ્વામી ને આવેદનપત્ર આપ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530





