રૈયા ખાતે પ્રજાપતિ સમાજમાં વૈદિક પરંપરાનુસાર લગ્ન યોજાયા.
દીઓદર તાલુકાના રૈયા ખાતે પ્રજાપતિ રમેશભાઈ મગનભાઈ ને સુપુત્રી ચિ.પીના,ચિ.કપિલા અને ચિ.રિંકલના લગ્નમાં વૈદિક પરંપરાનું અનોખું પાલન કરી

રૈયા ખાતે પ્રજાપતિ સમાજમાં વૈદિક પરંપરાનુસાર લગ્ન યોજાયા.
દીઓદર તાલુકાના રૈયા ખાતે પ્રજાપતિ રમેશભાઈ મગનભાઈ ને સુપુત્રી ચિ.પીના,ચિ.કપિલા અને ચિ.રિંકલના લગ્નમાં વૈદિક પરંપરાનું અનોખું પાલન કરી શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ,મંત્રી વાલાભાઈ, સમસ્ત પ્રજાપતિ સમાજ ઉત્તર ગુજરાત ટ્રસ્ટ કાંકરેજ તાલુકાના મહામંત્રી રસિકભાઈ પ્રજાપતિ રાજપુર સહીત આગેવાનો તથા સગા સ્નેહીજનોની ઉપસ્થિતિ માં ભૂદેવ દયારામભાઈ ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે ૮ મી એપ્રિલ ૨૦૨૬ ના યોજાયા ત્યારે કન્યાઓના મામા વસંતભાઈ પ્રજાપતિ રાજપુર ના જણાવ્યા અનુસાર અમારી ભાણીઓની ચોરી કોઈ ઊંચા સ્ટેજ ઉપર નહીં પણ જમીન પર ગોઠવી સાદાઈ પૂર્વક લગ્ન કરવામાં આવ્યા.૧.ધરતી માતાના આશીર્વાદ જમીન પર ચોરી ગોઠવવાથી વર-વધૂ સીધા ધરતી માતાના સાનિધ્યમાં રહે છે.ધરતી માતા સ્થિરતા, સહન શક્તિ અને સમૃદ્ધિનું પ્રતિક છે.૨.વિનમ્રતા અને સમર્પણ લગ્ન એક પવિત્ર સંસ્કાર છે.જમીન પર બેસવું એ અહંકારનો ત્યાગ કરીને નવા જીવનમાં પ્રેમ, સમજણ અને સમર્પણ સાથે પ્રવેશ કરવાનો સંદેશ આપે છે ૩.પંચતત્વ સાથે જોડાણ માનવ જીવન પૃથ્વી,જળ,અગ્નિ,વાયુ અને આકાશ આ પાંચ તત્વોથી બનેલું છે.જમીન પર ચોરી ગોઠવવાથી પૃથ્વી તત્વ સાથે સીધું આધ્યાત્મિક જોડાણ થાય છે.૪.વૈદિક પરંપરાનું પાલન હિંદુ શાસ્ત્રોમાં યજ્ઞ અને સંસ્કારો ભૂમિ પર કરવામાં આવે છે. અગ્નિ દેવની સાક્ષીએ થતી લગ્ન વિધિમાં ચોરી જમીન પર ગોઠવવીએ વૈદિક પરંપરાનો અભિન્ન ભાગ છે.તેમ જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99785 21530





