BANASKANTHAGUJARATKANKREJ

સમી તાલુકાના ઝીલવાણા મા શ્રી કકુ માતાજીની ભવ્ય રમેલ યોજાઈ.

સમી તાલુકાના ઝીલવાણા મા શ્રી કકુ માતાજીની ભવ્ય રમેલ યોજાઈ.

સમી તાલુકાના ઝીલવાણા મા શ્રી કકુ માતાજીની ભવ્ય રમેલ યોજાઈ.

ચૈત્ર મહિનો એટલે શ્રધ્ધાભક્તિ ભાવ અને આરાધનાનો ત્રિવેણી સંગમયુક્ત મહિનો ચૈત્ર મહિના માં ભક્તિ ભાવ અને દૈવી કર્મ વિશેષ જોવા મળતા હોય છે. અને હવે વૈશાખ મહિનામાં પણ રમેલો થઈ રહી છે.ત્યારે સમી તાલુકાના ઝીલવાણા અને વર્ષોથી ધંધાર્થે ગાંધીધામ ખાતે સ્થાઈ થયેલ તાજેતરમાં ગાંધીધામ ખાતે નગર પાલિકા વોર્ડ નંબર-૯ સુંદરપુરી આહીર વાસમાં કોંગ્રેસ પાર્ટીમાં બહુમતી થી જીતેલા પ્રજાપતિ જ્યોત્સનાબેન રમેશભાઈ તથા તેમના પતિ શ્રીઆઠ પરગણા વઢિયાર પ્રજાપતિ સમાજ ગાંધીધામના પ્રમુખ પ્રજાપતિ રમેશભાઈ હરગોવનભાઈ ની મનોકામના પૂર્ણ થતા માદરે વતન ઝીલવાણા ખાતે કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીની કૃપાથી શ્રી કકુ માતાજીની ભવ્ય રમેલનું આયોજન આજરોજ વૈશાખવદ નોમ ને સોમવાર તા.૧૧/૦૫/૨૦૨૬ ના રોજ રાત્રે શ્રી બ્રહ્માણી માતાજીના ભુવાજી લાલાભાઈ,શ્રી ખોડિયાર માતાજીના ભુવાજી મહેશભાઈ જેન્તીભાઈની પાવન નિશ્રામાં શ્રી વાંસા પરગણા પ્રજાપતિ સમાજના મંત્રી હસમુખભાઈ હારીજ,શ્રી આઠ પરગણા વઢિયાર પ્રજાપતિ સમાજ ગાંધીધામના સહમંત્રી પ્રજાપતિ દિનેશભાઈ ગાંડાભાઈ -થરા (પેઈન્ટર), ત્રિભોવનભાઈ પ્રજાપતિ સરકાર,પુરા,ગુજરાત પ્રજાપતિ જાગૃત પરિષદ વિભાગ કાંકરેજ તાલુકા પ્રમુખ નટુભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિ માં મહેમાનોએ ભોજન પ્રસાદ લીધા બાદ રાત્રે ભવ્ય રમેલ (જાતર) નું આયોજન કરવામાંઆવેલ.પધારનાર ભુવાજીઓ સહીત પધારનાર મહેમાનોને કંકુ તિલક કરી ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી રામ-લક્ષ્મણ ની જોડી સમા રાહુલ અને મહેશ દ્વારા સ્વાગત સન્માન કર્યું હતું. ઈશ્વરભાઈ પ્રજાપતિ હારીજ, ખેતાભાઈ પ્રજાપતિ અરજણસર,રમેશભાઈ પ્રજાપતિ વડલી સહીત આજુબાજુ ગામોના તથા પ્રજાપતિ સમાજ ના અનેક ભુવાજીઓએ રાત્રે રમેલની રમઝટ બોલાવેલ સવારે શુભ ચોઘડિયે સૂર્યદેવની સાક્ષી એ દેવી દેવતાઓને તેલફૂલ ચડાવેલ.દેવી દેવતાઓની આરતી ઉતારી સૌ છુટા પડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો 99795 21530

Back to top button
error: Content is protected !!