
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – તાલુકામાં મંજૂર થયેલા કેટલાક રસ્તાઓ વધુ સમયથી રખડી પડ્યા હોય તેવો ઘાટ – ચોમાસુ નજીક આવવાં આવ્યું છતાં કોન્ટ્રાક્ટરો કુંભકર્ણની નિંદ્રામાં

ગુજરાતમાં રાજ્ય સરકાર ધ્વારા નવીન રસ્તાઓ અને રિપેરિંગ માટે લાખો રૂપિયા ની ગ્રાન્ટ ફળવાતી હોય છે પરંતુ સમસર કામ ન થતા અનેક સવાલો ઊભા થતા હોય તો નવાઈ નહીં તેવીજ વાત પણ અરવલ્લી જિલ્લામાં છે. અરવલ્લી જિલ્લામાં નાના રોડ રસ્તાના કામો કરવામાં અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરોને રસ ના પણ હોઈ શકે..? કારણ કે 2023/24 માં જોબ નંબર ફરવાયેલ રસ્તાઓ આજે પણ રખડી પડ્યા હોય તો નવાઈ નહીં સવાલ સીધો ઊભો થાય છે કે 25/26 માં જોબ નંબર મળેલ રસ્તો વર્ક ઓડર તુરંત મળતા બની જાય છે તો 23/24 ના રસ્તાઓ કેમ ઝડપથી બનતા નથી
મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકામાં વધુ રસ્તાઓ રિપેરિંગ અને નવીન બનાવવામાં આવ્યા છે પરંતુ વાસ્તવિકતા એ છે કે નેતાઓ શ્રીફળ વધેરી ખાતમુહૂર્ત કરે છે પછી રસ્તો બન્યો કે નહીં તે જોવા રહેતા નથી તેવો ઘાટ મેઘરજ તાલુકામાં જોવા મળી રહ્યો છે
ખાખરીયા એપ્રોચ રોડ, ધાવડિયા રોડ, નવાઘરા ઊંચા રોડ, લાખાપુર રોડ , ભેમાપુર પ્રાથમિક શાળા વિસ્તાર સહિત કેટલાક રસ્તાઓના કામ કાજ શરૂ કર્યા પછી કોન્ટ્રાકટર ફરક્યા નથી કેમ કે તેમણે મોટા રસ્તાઓ બનાવવામાં વધુ રસ હોય તો નવાઈ નહીં. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ ઝડપથી કામ થતું નથી થઈ જશે તેવું આશ્વાસન આપવામાં આવે છે. બીજી તરફ હવે ચોમાસાનો સમય નજીક આવી રહ્યો છે પરંતુ રસ્તાઓ સમયસર બનશે કે નહીં તેના પર અનેક સવાલો છે. સાથે ભ્રષ્ટાચાર પણ ફાલ્યો ફૂલ્યો છે જેને લઇ રોડ રસ્તાના કામોની ગુણવત્તા ને લઇ પણ સવાલો ઊભા થયા છે હવે જોવું રહ્યું કે કોન્ટ્રાક્ટરો બાકીના રોડ રસ્તાના કામો ક્યારે શરૂ કરે છે તે જોવું રહ્યું





