THARADVAV-THARAD

થરાદ માર્કેટયાર્ડ દ્વારા અકસ્માત વીમા સહાય : ૧૦ મૃતકોના વાલી વારસાને અપાયા રૂ.૧ લાખના ચેક

વાત્સલ્યમ

oplus_2

સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા માનવતાભર્યો નિર્ણય લઈ થરાદ તાલુકાના ૧૦ થી ૭૦ વર્ષ સુધીની વય ધરાવતા તમામ પ્રજાજનો માટે રૂપિયા એક લાખનું અકસ્માત વીમા કવચ અમલમાં મૂકવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત અકસ્માતે મૃત્યુ પામનાર ૧૦ મૃતકોના વાલી-વારસોને સહાયરૂપ થવા માટે આજે તા. ૧૬/૦૫/૨૦૨૬ શનિવારના રોજ થરાદ માર્કેટયાર્ડ ખાતે રૂપિયા એક-એક લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં માનનીય ચેરમેન શ્રી શૈલેષભાઈ પટેલ, વાઇસ ચેરમેન શ્રી મયારામભાઈ જોષી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સશ્રીઓ તેમજ સેક્રેટરી શ્રી બી.એમ. પટેલ હાજર રહ્યા હતા. આગેવાનોના હસ્તે લાભાર્થી પરિવારોને ચેક અર્પણ કરી સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી.

ચેક મેળવનાર મૃતકોના નામ નીચે મુજબ છે :

ઘાંચી ઈસાભાઈ માદેવાભાઈ – વાઘાસણ

ચૌધરી હરસેંગભાઈ માવાભાઈ – સાબા

રાઠોડ (ઠાકોર) ભુરાભાઈ ભલાજી – કમાળી

રાઠોડ (રાજપુત) ગૈનાજી વર્ધાજી – કરબુણ

ઠાકોર અરવિંદભાઈ પારસજી – ઘોડાસર

દરજી હરેશભાઈ બાબુજી – બેવટા

ઠાકોર પ્રભુભાઈ સવજીભાઈ – મેઘપુરા

પંડયા રેવાબેન પ્રેમચંદભાઈ – થરાદ

પટેલ વિરમાભાઈ નાગજીભાઈ – બેવટા

પટેલ ગીતાબેન દેવાભાઈ – બેવટા

Back to top button
error: Content is protected !!