
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
વૈશ્વિક યુદ્ધની કટોકટી અને ભારતની વાસ્તવિકતા: વિરોધ પ્રદર્શન કે ‘બાળ બુદ્ધિ’ નું દર્શન?
મુંદરા, તા. 17:
આજે જ્યારે સમગ્ર વિશ્વ યુદ્ધની જ્વાળાઓમાં સળગી રહ્યું છે અને વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ આસમાને ($100 થી $110 પ્રતિ બેરલ) પહોંચી ગયા છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જવાબદાર રાષ્ટ્રપ્રમુખ તરીકે દેશહિતમાં લોકોને ઇંધણનો સંયમિત વપરાશ કરવાની નમ્ર અપીલ કરી. પરંતુ અફસોસની વાત એ છે કે કેટલાક લોકો અને વિરોધ પક્ષો પોતાની રાજકીય રોટલી શેકવા માટે આ ગંભીર ચેતવણીની મજાક ઉડાવી રહ્યા છે!એવા લેભાગુ તત્વોએ આંખો ખોલીને આ આંકડા અને ભવિષ્યની ભયાનકતા સમજી લેવી જોઈએ:
1. માત્ર ૧૪૦ કલાક પેટ્રોલ-ડીઝલ બંધ થાય તો શું થાય? (કોરોના કરતાં પણ ભયાનક સ્થિતિ) :
જે લોકો માત્ર એક કે બે દિવસ પેટ્રોલ પંપ બંધ રહેતા તંત્ર પર દોષારોપણ કરવા લાગ્યા હતા તેમણે ક્યારેય વિચાર્યું છે કે જો યુદ્ધને કારણે સળંગ ૩૦ દિવસ સપ્લાય બંધ થઈ જાય તો દેશની શું હાલત થાય?
* અનાજ-શાકભાજીની તંગી: ડીઝલ વગર ટ્રાન્સપોર્ટ બંધ થશે જેનાથી દૂધ, શાકભાજી અને રાશન જેવી જીવન જરૂરી વસ્તુઓ માટે હાહાકાર મચી જશે.
* તબીબી કટોકટી: કોરોના કાળમાં તો હોસ્પિટલો ચાલુ હતી પણ જો ઇંધણ નહીં હોય તો દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ નહીં થાય. અકસ્માત કે ગંભીર બીમારીમાં દવા હોવા છતાં લોકો રસ્તા પર દમ તોડી દેશે.
સણસણતો સવાલ: ભારતમાં કોઈ તેલના કૂવા નથી કે વડાપ્રધાન તેમાંથી તેલ કાઢીને મફત વહેંચતા રહે! સંયમ એ જ એકમાત્ર ઉપાય છે. જો તમે આજે સંયમ નહીં રાખો તો આવતીકાલે ઘોડા તો શું પણ ગધેડા પર બેસવાનો વારો પણ નહીં આવે!
૨. ૨૦ વર્ષ પહેલાંના ભાવોનું રટણ રટનારાઓ માટે ‘અર્થશાસ્ત્રનું સીધું ગણિત’
વિરોધ પક્ષો વારંવાર ૨૦ વર્ષ પહેલાંના ભાવોની સરખામણી કરીને જનતાને ગેરમાર્ગે દોરે છે. અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રનો સીધો નિયમ છે કે “દર ૨૦ વર્ષે મોંઘવારી અને ચીજવસ્તુઓના ભાવમાં સામાન્ય રીતે ૧૦ ગણો (પાછળ એક મીંડું ઉમેરાય એટલો) વધારો થાય છે.”
ઇતિહાસના પાના ઉથલાવીને આ સરખામણી જોશો તો સત્ય હકીકત તમારી સમક્ષ આવી જશે.
જો ૨૦ વર્ષ પહેલાં કોઈ વસ્તુ ₹૧૦ ની મળતી હતી તો આજે તેનું ગાણિતિક મૂલ્ય ₹૧૦૦ નું થાય.
જો ૨૦ વર્ષ પહેલાં પેટ્રોલ ₹૩૫-૪૦ હતું, તો આજના ગણિત પ્રમાણે તે ₹૩૫૦ થી ₹૪૦૦ હોવું જોઈતું હતું! પરંતુ આજે મોદી સરકારના કુશળ આર્થિક સંચાલનને કારણે વૈશ્વિક દબાણ છતાં ભારતમાં પેટ્રોલ ₹૧૦૦ ની આસપાસ ટકી રહ્યું છે.
જેમને પોતાની પાર્ટીમાં ચૂંટણી લડવા માટે પૂરતા ઉમેદવારો નથી મળતા તેઓ 140 કરોડ લોકોના હિતમાં દેશના સક્ષમ નેતૃત્વ પાસે રાજીનામાંની માંગ કરે છે એ એમનો વિરોધ પ્રદર્શન છે કે પછી ‘બાળ બુદ્ધિ’ નું દર્શન?
૩. વૈશ્વિક ભાવોની સરખામણી: ભારત ઘણું સુરક્ષિત
વિશ્વના વિકસિત અને પડોશી દેશોની સરખામણીએ ભારતમાં સ્થિતિ ઘણી કાબૂમાં છે. નીચેના આંકડા વિરોધીઓની બોલતી બંધ કરવા માટે પૂરતા છે:

૧૯૪૭ માં ભારતમાંથી જ અલગ થયેલા પાકિસ્તાનની સ્થિતિ આજે બદથી બદતર થઈ ગઈ છે. ત્યાં ઊર્જા બચાવવા માટે શાળાઓ અને ઓફિસો બંધ કરવાની ફરજ પડી રહી છે.
૪. વડાપ્રધાનનો વિદેશ પ્રવાસ: દેશહિતની સુરક્ષા
જ્યારે દેશ પર આટલું મોટું વૈશ્વિક પ્રેશર હોય ત્યારે ૧૪૦ કરોડ દેશવાસીઓની સુરક્ષા અને ભવિષ્ય માટે વડાપ્રધાન વિદેશ પ્રવાસે જઈને સંબંધો મજબૂત કરી રહ્યા છે જેથી દેશમાં ક્રૂડ ઓઇલનો જથ્થો ખૂટે નહીં. જેમની પાસે પાસપોર્ટ પણ નથી એવા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે મોદી વારંવાર વિદેશ પ્રવાસ કેમ કરે છે?
મોદી મહાસતાથી ડરતા નથી, પંપને પણ મુંહતોડ જવાબ આપવા સક્ષમ છે. પણ દેશહીતને ધ્યાનમાં રાખીને તેઓ એક યોગીની જેમ ધ્યાન અને સાધના કરીને આ વૈશ્વિક સંકટમાંથી ભારતને ઉગારવાની આગોતરી તૈયારી કરી રહ્યા છે.
અંતિમ અપીલ: દેશના સર્વોચ્ચ પદે બેઠેલા નેતા આ બાબતે હોદ્દાની રૂએ હુકમ કે કાયદાકીય પગલાં પણ ભરી શકતા હતા, પરંતુ તેમણે શુદ્ધ સ્થાનિક ભાષામાં જનતાને અપીલ કરી છે. જે તેમની સાચા જનસેવક હોવાની અનુભૂતિ છે. માત્ર વિરોધ ખાતર વિરોધ ન કરો. દેશના હિતમાં પક્ષાપક્ષીથી ઉપર ઊઠીને અખંડ ભારતના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાનની આ અપીલને સમજો, સ્વીકારો અને આગામી સમયમાં લેવાનાર સંભવિત મોટા પગલાંને ધ્યાનમાં લઈ ઇંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ શરૂ કરો. રાષ્ટ્રની સુરક્ષા એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




