ANANDNARMADA

દેડીયાપાડા આદિવાસી વિસ્તારમાં ડબ્બામાં પેટ્રોલ-ડીઝલ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં

દેડીયાપાડા આદિવાસી વિસ્તારમાં ડબ્બામાં પેટ્રોલ-ડીઝલ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં

Horizontal shot of a retail gasoline station and convenience store at dusk.

તાહિર મેમણ – ડેડીયાપાડા – દેડીયાપાડા રાજ્યના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની અછત વચ્ચે દેડીયાપાડા તાલુકાના આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને ડબ્બામાં પેટ્રોલ તથા ડીઝલ આપવામાં આવતું ન હોવાથી ભારે મુશ્કેલીઓ ઉભી થઈ છે. ખાસ કરીને અંતરિયાળ ગામોમાં રહેતા ખેડૂતો, મજૂરો અને નાના વાહનચાલકોને રોજિંદા કામકાજ માટે ઇંધણ મેળવવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

 

દેડીયાપાડા તાલુકાના અનેક ગામોમાં ખેતી માટે વપરાતા ડીઝલ પંપ, ટ્રેક્ટર, જનરેટર અને અન્ય કૃષિ સાધનો ડીઝલના અભાવે બંધ રહેવાની સ્થિતિ સર્જાઈ છે. ઘણા ગામોમાં પેટ્રોલ પંપથી લાંબા અંતરે વસવાટ હોવાથી ગ્રામજનો સામાન્ય રીતે ડબ્બામાં ઇંધણ લઈ જતા હોય છે, પરંતુ હાલ તે પણ બંધ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

 

સ્થાનિક લોકોનું કહેવું છે કે ખેતીની સીઝન દરમિયાન આવી પરિસ્થિતિથી ખેતીના કામકાજ પર સીધી અસર પડી રહી છે. ખાસ કરીને વીજ પુરવઠાની અનિયમિતતા વચ્ચે ડીઝલ પંપ અને જનરેટર માટે ઇંધણ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

 

ગ્રામજનો અને ખેડૂતો દ્વારા સરકાર તથા સંબંધિત ઓઇલ કંપનીઓને ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારો માટે તાત્કાલિક વિશેષ વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે જેથી ખેડૂતોને રાહત મળી શકે અને ખેતીના કામોમાં વિક્ષેપ ન પડે.

Back to top button
error: Content is protected !!