AHAVADANG

સાપુતારાનાં ટેબલ પોઇન્ટનાં ચઢાણમાં કાર પલ્ટી ખાતા સુરતના બે બાળકો સહિત ૭ પ્રવાસીઓનો આબાદ બચાવ..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓની કારને અકસ્માત નડ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે.ડાંગ જિલ્લાના પ્રખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારાના ટેબલ પોઇન્ટ તરફ જઈ રહેલી એક કાર ચઢાણમાં અચાનક પલ્ટી ખાઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર સુરતના અંદાજે ૭ જેટલા પ્રવાસીઓનો આબાદ બચાવ થયો છે, જે એક મોટી ચમત્કારિક ઘટના ગણી શકાય.મળતી માહિતી અનુસાર, સુરતથી સાપુતારા ખાતે રવિવારની રજાઓ માણવા અને ફરવા માટે આવેલા પ્રવાસીઓ પોતાની કાર.ન.જી.જે.19.બી.જે.9161 લઈને સાપુતારાના જાણીતા પ્રવાસન સ્થળ ટેબલ પોઇન્ટ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ટેબલ પોઇન્ટના આકરા ઘાટ પર ચઢાણ ચઢતી વખતે અચાનક કાર આગળ વધી શકી ન હતી અને પાછળની તરફ એટલે કે રિવર્સમાં આવવા લાગી હતી.ઘાટ ઉપર કાર અચાનક રિવર્સ આવવાને કારણે ચાલકે કાર પરનો પોતાનો સંપૂર્ણ કાબૂ ગુમાવી દીધો હતો.કંટ્રોલ ગુમાવવાને કારણે કાર રસ્તા પર જ પલ્ટી ખાઈ ગઈ હતી અને ત્યાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ ગંભીર અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને અન્ય પ્રવાસીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. કારમાં બે નિર્દોષ બાળકો સહિત કુલ ૭ પ્રવાસીઓ સવાર હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ ૭ લોકોનો આબાદ બચાવ થયો છે. જોકે, કાર પલ્ટી મારી જતાં બે બાળકો સહિત તમામ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.આ ઘટનાની જાણ થતાં જ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકના શામગહાન સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબો દ્વારા તેઓની પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી છે.પ્રવાસના સમયે સર્જાયેલા આ અકસ્માતને પગલે પ્રવાસી પરિવારમાં ભારે ગભરાટ વ્યાપી ગયો હતો..

Back to top button
error: Content is protected !!