
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં નવા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ તરીકે IAS અધિકારી શ્રી એન.ડી. પરમારે સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના આદેશ અનુસંધાને તેમની નિમણૂક કરવામાં આવી છે.શ્રી પરમાર અગાઉ વિવિધ મહત્વપૂર્ણ વહીવટી હોદ્દાઓ પર ફરજ બજાવી ચૂક્યા હોવાથી તેમને વહીવટી ક્ષેત્રનો વિશાળ અનુભવ છે. જિલ્લામાં વિકાસલક્ષી કાર્યો, જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ અને લોકો કેન્દ્રિત સુશાસનને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.જિલ્લા સેવા સદન દ્વારા તમામ શાસકીય કચેરીઓને આ અંગે જાણ કરવામાં આવી છે.





