ગાંધીધામ ખાતે મહાનગર પાલિકા વોર્ડ નં.-૯ ના ઉમેદવાર નું શ્રીઆઠ પરગણા વઢિયાર પ્રજાપતિ સમાજ દ્વારા સન્માન કરાયું.
ગાંધીધામ ખાતે મહાનગર પાલિકા વોર્ડ નં.- ૯ સુંદરપુરી આહીર વાસમાં કોંગ્રેસ પાર્ટીમાં બહુમતીથી જીતેલા

ગાંધીધામ ખાતે મહાનગર પાલિકા વોર્ડ નં.-૯ ના ઉમેદવાર નું શ્રીઆઠ પરગણા વઢિયાર પ્રજાપતિ સમાજ દ્વારા સન્માન કરાયું.
સમી તાલુકાના ઝીલવાણા અને વર્ષોથી ધંધાર્થે ગાંધીધામ ખાતે સ્થાઈ થયેલ દૂધમાં સાકર ભળે તેમ દરેક સાથે ભળીને રહેતા અને તાજેતરમાં ગાંધીધામ ખાતે મહાનગર પાલિકા વોર્ડ નં.- ૯ સુંદરપુરી આહીર વાસમાં કોંગ્રેસ પાર્ટીમાં બહુમતીથી જીતેલા અને શ્રી આઠ પરગણા વઢિયાર પ્રજાપતિ સમાજ ગાંધીધામ ના પ્રમુખ રમેશભાઈ હરગોવનભાઈ ના ધર્મપત્ની જ્યોત્સનાબેન પ્રજાપતિને શ્રી આઠ પરગણા વઢિયાર પ્રજાપતિ સમાજના પ્રમુખ રમેશભાઈ હરગોવનભાઈ -ઝિલવાણા,ઉપપ્રમુખ પશાભાઈ ડાહ્યાભાઈ ઝંડાલા,મંત્રી જલાભાઈ રત્નાભાઈ ભામાથર, સહમંત્રી દિનેશભાઈ ગાંડાભાઈ પેઈન્ટર થરા,ખજાનચી નરોત્તમભાઈ ભારમલભાઈ સરવાલ,વાડી કન્વીનર નરેશભાઈ ગાંડાભાઈ ભામાથર, સહ વાડીકન્વીનર હિતેષભાઈ ખેમાભાઈ માનપુરા,પૂર્વપ્રમુખ નટુભાઈ ભારમલભાઈ સરવાલ, પૂર્વમંત્રી દશરથભાઈ શિવાભાઈ કુંવારદ,પૂર્વ ઉપપ્રમુખ પ્રહલાદભાઈ બબાભાઈ, કારોબારી સભ્ય નરેશભાઈ, બબલદાસ, જયંતીભાઈ,વિષ્ણુભાઈ,વિનોદભાઈ,બાબુભાઈ, રમેશભાઈ,પરેશભાઈ, શૈલેષભાઈ,લાલજીભાઈ, રમીલાબેન, મીનાબેન,હંસાબેન સહીત કારોબારી સભ્યો તથા સુંદરપુરીમા વસવાટ કરતા પ્રજાપતિ સમાજ દ્વારા ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.જ્યોત્સનાબેનને બહુમતીથી જીતાડવા બદલ સમાજના વડીલો અને આગેવાનોનો આભર વ્યક્ત કરી દરેક કામકાજ મા ખડેપગે રહી સેવા કરવાની ખાત્રી આપી હતી.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530




