BHARUCHNETRANG

મોવી – કવચીયા રોડની કામગીરીમાં ચાલતી હાઇવા ટ્રક રોયલ્ટી પાસ વગર માટી વહન થતી નેત્રંગ મામલતદારે ઝડપી લીધી.

બ્રિજેશ પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

નેત્રંગ તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે.રાજકીય વગ ધરાવતા ખનીજ માફીયોઓ બેફામ પણે ધોળે દિવસે ઓવરલોડ તેમજ રોયલ્ટી પાસ વગર રેતી,કપચી,માટી થી લઇ ને અનેક પકારના ખનીજની હેરાફેરી ખુલ્લેઆમ કરી રહ્યા છે. તેવા સંજોગોમાં નેત્રંગ મામલતદાર કચેરી ખાતે નવા મુકાયેલ અજમાયસી નાયબ કલેક્ટર તરીકે નિમણુંક પામેલા અને પોબેશનલ પિરિયડના ભાગ રૂપે નેત્રંગ મામલતદાર તેમજ એજયુકેટિવ મેજિસ્ટ્રેટ કલ્પેશ બી ગળિયાએ તાલુકાના ટેબાર ગામે થી ધી ગુજરાત ખનીજ ગેરકાયદેસર ખનન અને પરિવહન તેમજ સંગ્રહ નિયમો ૨૦૧૭ ના ભંગ બદલ એક હાઇવા ટ્રક નં જીજે- ૧૮-બીવી-૮૦૪૮ સાદી માટી રોયલ્ટી પાસ વગર વહન થતી ઝડપી પાડી હતી.જેના માલિક રામજી રાવત , વાગડ ઇન્ફોપોજેકટ પ્રા.લી.નેત્રંગ ની ટ્રક સાદી માટી ભરેલ જપ્ત કરી તેવો વિરૂધ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!