સુરેન્દ્રનગર એસટી વિભાગમાં ફરજ બજાવતા 60થી વધુ કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરાયું.

તા.23/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલના ડોક્ટરી સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ દ્વારા સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડની અંદર જઈ અને અંદાજિત 60 થી વધુ એસટી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓનું બોડી ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ પ્રકારના ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા જેમાં સ્ટાફ દ્વારા એસટી બસ સ્ટેશનના કર્મચારીઓના બ્લડપ્રેશર બ્લડ સુગર બીપી ડાયાબિટીસ બીએમઆઈ તથા ઇસીજીના રિપોર્ટ કરવામાં આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર એસટી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં સૌથી વધુ હાઇપર ટેન્શન અને બ્લડ પ્રેશર થી પીડાતા હોવાનું સામે આવ્યું હતું તાજેતરમાં જ એસટી બસ ચાલકનું રાજ સીતાપુર નજીક મોત થયા બાદ એસ.ટી વિભાગ સતર્ક બની અને સિવિલ હોસ્પિટલના ડોક્ટરો સાથે બેઠક યોજી અને કર્મચારીઓનું મેડિકલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું ત્યારે સૌથી વધુ બ્લડપ્રેશર અને હાઇપર ટેન્શનના લક્ષણો કર્મચારીઓમાં દેખાયા હતા જે કર્મચારીઓ ત્યાં સ્થળેથી દવા આપવામાં આવી હતી અને તેનો કોર્ષ પૂરો કરવા માટે પણ ડોક્ટરોએ સલાહ આપી હતી.




