
તારીખ : ૨૫-૦૫-૨૦૨૬
રીપોર્ટ : યશ માંકડ, પ્રતિક જોષી
મૂળ કચ્છના અંજાર વતની અને જાણીતા ટેસ્ટ ટ્યુબ બેબી નિષ્ણાત ડૉ. ભાવિન કમાણી અને તેમના સહયોગી ડૉ. ઋચા જોશીએ વતનપ્રેમનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. કચ્છી દંપતીઓની લાગણી અને વતનની હાકલને માન આપીને, આ તબીબોએ અમદાવાદ કે બેંગ્લોર જેવા મેટ્રો સિટીની ઓફરો બાજુએ મૂકીને કચ્છના ગાંધીધામમાં ‘ડિવેરા ફર્ટિલિટી સેન્ટર’નો શુભારંભ કર્યો છે.
મુખ્ય આકર્ષણ: વતનપ્રેમનું ગીત લોન્ચ કર્યું
ડૉ. ભાવિન કમાણીએ માત્ર તબીબી સેવા જ નહીં, પરંતુ પોતાની માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે “કચ્છડો યાદ કરિયા” ગીત સ્વકંઠે ગાઇને લોન્ચ કર્યું છે, જે તેમણે માતૃભૂમિને સમર્પિત કર્યું છે.
કોરોના કાળની કપરી મિસાલ
વર્ષ ૨૦૧૮-૧૯થી રાજકોટમાં સફળ પ્રેક્ટિસ કરતા આ તબીબોએ કોરોના મહામારી દરમિયાન સગર્ભા માતાઓની સુરક્ષા માટે હોસ્પિટલને જ ‘ઘર’ બનાવી દીધું હતું. ડિવેરા પરિવારના સભ્યો (અભયભાઈ કમાણી અને ડૉ. ભૂમિ કમાણી) એ દર્દીઓ અને તેમના કેરટેકર્સ માટે ભોજનની જવાબદારી ઉપાડીને એક પણ અનિચ્છનીય ઘટના વગર તમામ કચ્છી અને સૌરાષ્ટ્રની માતાઓને સંતાન પ્રાપ્તિનું વચન પૂરું કર્યું હતું.
ડૉક્ટર્સનો સંકલ્પ: “કચ્છમાં કોઈ દંપતી નિ:સંતાન ન રહે”
“અમદાવાદના મૂળ વતની હોવા છતાં મારા પાર્ટનર અને એમ્બ્રિયોલોજીસ્ટ ડૉ. ઋચા જોશીએ મારા વતનપ્રેમને માન આપી કચ્છ આવવાનો કપરો વ્યાવસાયિક નિર્ણય લીધો છે. અમારો ઉદ્દેશ્ય કચ્છના રણમાં સંતાનરૂપી પુષ્પો ખીલવવાનો અને દરેક ઘરમાં કિલ્લોલ ગુંજતો કરવાનો છે.”
— ડૉ. ભાવિન કમાણી
ડિવેરા ફર્ટિલિટી સેન્ટર આગામી સમયમાં કચ્છના એક-એક ગામ સુધી કેમ્પના માધ્યમથી પહોંચીને નિ:સંતાન દંપતીઓને વિનામૂલ્યે વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડશે. રાજકોટની વૈભવી પ્રેક્ટિસ છોડી વતનની સેવામાં સ્થાયી થવાના આ તબીબોના નિર્ણયને સમગ્ર કચ્છ સલામી આપી રહ્યું છે.




